તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:વીજ જોડાણ કાપી નાખતાં લોકોએ MGVCLના સ્ટાફનો ઘેરાવો કર્યો

વડોદરા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
ખોડિયાર નગર ખાતે આવેલા વુડાના મકાનો ખાતે એમજીવીસીએલના કર્મચારીઓનો ઘેરાવો કરાયો હતો. - Divya Bhaskar
ખોડિયાર નગર ખાતે આવેલા વુડાના મકાનો ખાતે એમજીવીસીએલના કર્મચારીઓનો ઘેરાવો કરાયો હતો.
 • ખોડિયારનગર વુડાની વસાહતના મકાનમાં બનેલો બનાવ

ખોડિયારનગર સફેદ વુડાના મકાનમાં વીજ કંપની દ્વારા વીજ કનેક્શન કાપી નાખતા ત્યાં રહેતા લોકોએ ભારે વિરોધ કરી વીજ કર્મચારીઓની ટીમનો ઘેરાવો કર્યો હતો. ઘટનાના પગલે પોલીસ સ્થળ પર દોડી આવતા મામલો થાળે પાડ્યો હતો.

શહેરના ખોડિયારનગર વિસ્તારમાં આવેલા સફેદ વુડાના આવાસોમાં સવારે વીજ કંપનીની ટીમ પહોચી હતી. વીજ કર્મચારીઓએ વીજ કનેક્શન કાપી નાખતા ત્યાં રહેતા લોકોએ હોબાળો મચાવી વીજ કંપનીના કર્મચારીઓનો ઘેરાવો કર્યો હતો. ત્યાં રહેતા રતનબેન ઓડના જણાવ્યા અનુસાર અહીંયા 600 મકાનોમાં વીજ કનેક્શન આપવામાં આવ્યા નથી.

વીજ કર્મચારીઓએ ડાયરેકટ કરી આપ્યું હતું. અમે દસ્તાવેજો બનાવી વીજ કનેક્શન માટેની પ્રક્રિયા કરી હતી. પરંતુ હજી સુધી અમને કનેક્શન મળ્યા નથી. આજે સવારે વીજ કંપનીવાળા આવ્યા અને તેઓએ કનેક્શન કટ કરી નાખ્યા હતા. અમારી એજ માંગ છે કે હાલમાં અમને વીજ કનેક્શન જોડી આપવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો