વડોદરા / MGVCLના 800 કર્મચારીને સામૂહિક નોટિસ આપવાના મામલે કમિટી બનાવવાનો નિર્ણય, 3500 કર્મચારીઓની માસ CL પરત ખેંચાઇ

MGVCL issued mass notices to 800 employees while 3500 employees protested today by going down Mass CL
X
MGVCL issued mass notices to 800 employees while 3500 employees protested today by going down Mass CL

  • કમિટી તમામ મુદ્દાઓ માટે 10 દિવસમાં તમામ કાર્યવાહી પૂર્ણ કરી નિર્ણય લેશે
  • MGVCLએ 800 કર્મચારીને સામૂહિક નોટિસ આપતા 3500 કર્મચારીએ આજે માસ CL ઉતરીને વિરોધ કર્યો હતો
  • માસ CLને પગલે વીજ પુરવઠા અને મેઇન્ટેનન્સની કામગીરી પર અસર પહોંચી હતી

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 03:04 PM IST

વડોદરા. મધ્ય ગુજરાત વીજ કંપનીના MD અને મેનેજમેન્ટ દ્વારા વિવિધ કારણોસર 800 જેટલા કર્મચારીને સામૂહિક નોટિસ આપતા આજે MGVCLના 3500 કર્મચારીએ માસ CL ઉપર ઉતરી ગયા હતા. જોકે MGVCLના મેનેજમેન્ટ અને ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ વચ્ચે મળેલી બેઠકમાં કમિટી બનાવવાનો નિર્ણય કરાયો છે. ત્યારબાદ માસ CL પરત ખેંચાઇ છે અને કર્મચારીઓ ફરીથી કામ પર જોડાયા છે. આ પહેલા કર્મચારીઓએ વડોદરાના રેસકોર્સ સર્કલ પાસે કર્મચારીઓએ દેખાવો કર્યાં હતા. વીજ કર્મચારીઓના નિર્ણયના પગલે વીજ પુરવઠા અને મેઇન્ટેનન્સની કામગીરી ઉપર અસર પહોંચી હતી.

અમારા કર્મચારીઓ ઉપર ખોટી રીતે ત્રાસ ગુજારવામાં આવે તે મંજૂર નથી
ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના અગ્રણીઓ ગીરીશ જોષી, એન.યુ. નાયક અને મુકેશ રાઠોડે જણાવ્યું હતું કે, આજે મળેલી બેઠકમાં આંદોલનના તમામ મુદ્દાઓના નિકાલ માટે એક સમિતિની રચના કરવા સંમતિ સધાઇ છે, જેમાં MGVCLના બન્ને ચીફ એન્જિનિયર, જનરલ મેનેજર(ફાય), જનરલ મેનેજર(HR), GUVNL, ગિરીશ જોશી, રીટા. સુપ્રિ.,GUVNL કમિટી સભ્ય રહેશે અને ત્રણેય યુનિયનના એક-એક પ્રતિનિધિ રહેશે. આ કમિટી તમામ મુદ્દાઓ માટે 10 દિવસમાં તમામ કાર્યવાહી પૂર્ણ કરી નિર્ણય લેશે. કમિટીના નિર્ણયને અન્ય કોઇ લેવલે રિવ્યુ કરવામાં આવશે નહીં.

નસવાડીમાં કર્મચારીઓએ કામગીરીથી દૂર રહીને વિરોધ કર્યો
નસવાડી MGVCLના ઇજેનર સાથે તમામ કર્મચારીઓ કામગીરીથી અળગા રહીને વિરોધ કર્યો હતો. ખોટી રીતે હેરાન ગતિ અને 800 કર્મચારીઓને નોટિસ આપવાના વિરોધમાં સૂત્રોચ્ચારો કરીને વિરોધ કર્યો હતો. નહીં ચલેગી MD તેરી તાનશાહી નહી ચલેગી, ગલી ગલી મેં શોર સંકલન સમિતિ મેં જોર હૈના સૂત્રોચ્ચારો કર્યાં હતા.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી