તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:​​​​​​​વડોદરામાં MGVCLના કર્મચારીઓએ દેખાવો કર્યા,રેસકોર્ષ મુખ્ય કચેરી બહાર કાળી પટ્ટી પહેરી વિરોધ નોંધાવ્યો

​​​​​​​વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કર્મચારીઓએ મુખ્ય કચેરી સામે જ વિરોધ પ્રદર્શન કરીને પોતાની માંગને બુલંદ બનાવી હતી. - Divya Bhaskar
કર્મચારીઓએ મુખ્ય કચેરી સામે જ વિરોધ પ્રદર્શન કરીને પોતાની માંગને બુલંદ બનાવી હતી.
  • કર્મચારીઓએ સરકારની નીતિ સામે ઉગ્ર સુત્રોચાર કરી નારાજગી દર્શાવી

વડોદરા મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી પહેરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો સાથે જ 21મી જાન્યુઆરીએ માસ સીએલ નું અલ્ટીમેટમ પણ આપ્યું હતું.આંદોલનને કારણે નાગરિકો ઉદ્યોગ સાહસિકોને અગવડતા પડશે તો જીમ્મેદારી સરકારની મેનેજમેન્ટની રહેશે અલ્ટીમેટમ આપ્યું હતું.

અગાઉ માંગો પૂરી કરવાની ખાતરી અપાયા બાદ પણ લાભ ન મળતાં આંદોલન થયું છે
અગાઉ માંગો પૂરી કરવાની ખાતરી અપાયા બાદ પણ લાભ ન મળતાં આંદોલન થયું છે

ભથ્થાની માંગ સાથે વિરોધ
એમજીવીસીએલના કર્મચારીઓને મળવાપાત્ર ભથ્થાને લઈ કર્મચારીઓએ લડતનો નીર્ધાર કર્યો છે.જેના ભાગરૂપે રેસકોર્ષ સ્થિત એમ.જી. વીસી.એલની મુખ્ય કચેરી બહાર ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિના સંયોજક ગિરીશ જોશીની આગેવાનીમાં કર્મચારીઓએ દેખાવો કર્યા હતા.કાળી પટ્ટી બાંધી માંગણીઓ મુદ્દે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.સાથે સાથે 21મી જાન્યુઆરીએ માસ સીએલ પર જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

રાજ્યની તમામ કંપનીઓ દ્વારા આગામી સમયમાં માસ સીએલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
રાજ્યની તમામ કંપનીઓ દ્વારા આગામી સમયમાં માસ સીએલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

કર્મચારીઓની માંગ ન સંતોષાતા વિરોધ
ગુજરાત ઉર્જા સયુંકત સંકલન સમિતિના સંયોજક ગિરીશ જોશીએ જણાવ્યું હતું કે જીયુએનેલમાં માન્યતા ધરાવતા તમામ સાત યુનિયનો અને એસોસિએશનોની બનેલી ગુજરાત ઉર્જા સયુંકત સંકલન સમિતિ દ્વારા 15 ડિસેમ્બર 2020 ના રોજ જે 2019 માં ઉર્જા મંત્રી ની ચેમ્બરમાં તેમની હાજરીમાં જીયુએનએલ ચેરમેન અને એમડી ની સાથે થયેલી ચર્ચામાં જે નક્કી થયેલા મુદ્દાઓ હતા કે પોઇન્ટ 8 ના મેટ્રિક્સ પ્રમાણે અમે એલાઉન્સ રૂપિયા આપીશું અને જાન્યુઆરી 20 ના પગાર માં તે ચૂકવાઈ જશે.એ બાબતે આજે 1 વર્ષ થઈ ગયું પણ એને કોઈ મંજૂરી મળી નથી જેના કારણે આ મુખ્ય આંદોલનનો મુદ્દો છે 1-1-16 થી એરિયર્સ સહિત ચુકવણું કરવાનું છે.આજે 5 વર્ષ પુરા થયા છે એ વાતને અને નાનામાં નાના કર્મચારીને પણ રૂપિયા દોઢ લાખનું નુકસાન જઈ રહ્યું છે.

જે મંજૂરી આપી એમાં પણ કાંડાં કાપી લીધાં
ફિલ્ડ એલાઉન્સના કિસ્સામાં ફિલ્ડમાં કામ ન કરતા હોય અને કોર્પોરેટ ઓફિસ કે ઝોનલ ઓફિસમાં ફરજ બજાવતા હોય તેવા કાર્યપાલક ઇજનેર, નાયબ ઇજનેર કે જુનિયર ઇજનેર ને મળવા પાત્ર રહેશે નહીં તેવી સ્પષ્ટ વાત મૂકવામાં આવી છે .આ સિવાય, પાવર સ્ટેશન કે અન્ય જગ્યાએ ફરજ બજાવતા ડોકટર્સને તેનું એલાઉન્સ મળવાપાત્ર રહેશે નહીં.

રાજ્યમાં 2400 સ્થળે વિરોધ પ્રદર્શન કરાયું
વીજ કંપનીના કર્મચારીઓએ વડોદરા સહિત રાજ્યભરમાં 2400 સ્થળે શનિવારે રિસેસના સમયમાં અડધો કલાક માટે દેખાવો યોજી સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેના બીજા તબક્કામાં એટલેકે તા.20 સુધી તમામ વીજ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે.

આજે કોર કમિટીની બેઠક, રણનીતિ ઘડાશે
એરિયર્સ મામલે સરકાર સામે શરૂ થયેલા આંદોલનમાં ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિની કોર કમિટીની બેઠક રવિવારે બોલાવવામાં આવી છે અને તેમાં 21મી બાદ કેવા કાર્યક્રમો કરવા અને ક્યાં કરવા તે અંગે ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ રણનિતી જાહેર કરવામાં આવશે. એટલું જ નહીં, કિસાન સૂર્યોદય યોજના ના કાર્યક્રમોમાં વીજ કર્મચારીઓ કાળી પટ્ટી પહેરી જશે અને તા.21મીએ રજા પાડશે.

કઇ કંપનીમાંથી કેટલા કર્મીની CL મુકાઈ

વીજ કંપનીCL કર્મીની સંખ્યા
પીજીવીસીએલ11672
જેટકો9658
ગુજ.એનર્જી5221
યુજીવીસીએલ6,401
ડિજીવીસીએલ5,442
એમજીવીસીએલ6111
જીયુવીએનએલ202
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો