તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીજી અને સરદારનું ગુજરાત હવે મોદીનું ગુજરાત છે અને તેને ઉત્તમથી સર્વોત્તમ બનાવીને દુનિયાના નકશામાં ચર્ચા થાય એવું કરવું છે, તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરામાં જણાવ્યું હતું.
પાલિકા ચૂંટણી માટે વડોદરામાં 3 સભા સંબોધન કરનાર મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પાલિકાની ચૂંટણી એ 2022ની વિધાનસભાની ચૂંટણીનો પાયો છે અને કોંગ્રેસ એ ડૂબતી નાવ છે. કેન્દ્રમાં નરેન્દ્રભાઈની સરકાર છે એટલે ગુજરાત માટે તો મોસાળમાં જમણ અને મા પીરસનાર જેવો ઘાટ છે. સયાજીરાવ ગાયકવાડના સમયમાં ઉત્તમ રાજ્ય વ્યવસ્થા હતી તે વડોદરા છે અને 5 વર્ષમાં અમારી સરકારે સાડા સાત હજાર કરોડ વડોદરાને આપ્યા છે. વડોદરામાં પણ મેટ્રો ટ્રેન શરૂ થશે અને પાણીનો અને વિશ્વામિત્રી નદીનો જે પ્રશ્ન છે તે ટૂંક સમયમાં ઉકેલાઇ જશે.
માંજલપુરમાં પાણીની તંગીની મંત્રીની કબૂલાત
મંત્રી યોગેશ પટેલે મુખ્યમંત્રીની હાજરીમાં માંજલપુરમાં પાણીની તંગી હોવાની કબૂલાત કરી હતી. તરસાલીની સભામાં તેમણે જણાવ્યું કે, માંજલપુરમાં પાણીની તંગી છે. જોકે સિંધરોટથી 100 MLD પાણી લાવવાનું આયોજન કરાયું છે ત્યારે 7 થી 8 માસમાં તેનો ઉકેલ આવી જશે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.