તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:7મી જુલાઈએ બુધ ગ્રહ મિથુન રાશીમાં સ્વગૃહી થશે શિક્ષણની સાથે વ્યવસાયિક ક્ષેત્રે સુધારાની શક્યતા

વડોદરા3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બૌદ્ધિક અને વાણીના ક્ષેત્રથી જોડાયેલા લોકોને બુધ ગ્રહ શુભ ફળ આપશે

7 જુલાઈ ને બુધવારે બુધ ગ્રહ પોતાની રાશી મિથુનમાં પ્રવેશ કરશે. બુધ પોતાની રાશીમાં પ્રવેશ કરતા જ્ઞાન, વિજ્ઞાન અને શૈક્ષણિક ક્ષેત્રે સરકાર મહત્ત્વપૂર્ણ નિર્ણયો લઈ શકે છે. જેમાં સ્કૂલ અને ટ્યૂશન ક્લાસ ફરીથી કાર્યરત પણ થવાની સંભાવના છે. અર્થતંત્રમાં સુધારો જોવા મળી શકે છે.

જ્યોતીષ શાસ્ત્રી નયન જોષીએ જણાવ્યું હતું કે, જેઠ વદ તેરસ ને 7 જુલાઈએ સવારે 11:12 કલાકે બુધ ગ્રહ પોતાની મિથુન રાશીમાં પ્રવેશ કરશે, જે 25 જુલાઈ,2021 સુધી મિથુનમાં જ રહેશે. આ રાશી પરીવર્તન ખૂબ મહત્ત્વનું રહેશે. કારણ કે, મિથુન અને કન્યા રાશીમાં બુધ સ્વગૃહી કહેવાય છે. સ્વગૃહી બુધ વાણી, જ્ઞાન-અભ્યાસ અને વેપાર-વાણીજ્યનો કારક ગ્રહ છે. જેના પગલે 7 થી 25 જુલાઈ વચ્ચે શૈક્ષણિક ક્ષેત્રે શુભ સંકેત આપશે. ઉપરાંત વેપાર-વાણીજ્ય અને ભારતીય અર્થતંત્ર અને શેરબજારમાં પણ સુધારો થશે.

બૌદ્ધિક અને વાણીના ક્ષેત્રથી જોડાયેલા તમામ વ્યક્તિઓને બુધ ગ્રહ શુભ ફળ આપી શકે છે. શરત માત્ર એટલી છે કે, સત્ય અને વિનય યુક્ત વાણીથી બુધ ગ્રહની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. વિદ્યાર્થી વર્ગે બુધ ગ્રહની કૃપા મેળવવા બુધવારે જમવામાં લીલા મગનો ઉપયોગ કરવો તેમજ ગાયને લીલું ઘાસ ખવડાવવું. બુધ સૂર્યનો નીકટનો ગ્રહ છે. સૂર્યની સાથે કે તેની આગળ-પાછળ રહી બુધ વિશેષ પ્રભાવ પ્રાપ્ત કરાવે છે.

રાશી પરિવર્તનથી થનારી અસરો

 • મેષ : સરકારી કાર્યો ઉકેલાય
 • વૃષભ : સ્ત્રી વર્ગને શુભ સમય
 • મિથુન : વાણીથી વિજય મળે
 • કર્ક : ખર્ચનું પ્રમાણ વધશે
 • સિંહ : આવકમાં વૃદ્ધિ થશે
 • કન્યા : નોકરી-ધંધામાં પ્રગતી
 • તુલા : ભાગ્યવૃદ્ધિ થશે
 • વૃશ્ચિક : આરોગ્યની કાળજી રાખવી
 • ધન : દામ્પત્ય જીવનમાં પ્રસન્નતા રહે
 • મકર : યાત્રાના યોગ બને
 • કુંભ : સંતાન સંબંધી પ્રશ્ન ઉકેલાય.
 • મીન : આકસ્મિક ધન લાભ થશે
અન્ય સમાચારો પણ છે...