હવામાન:ઠંડા પવનોના પગલે પારો સતત બીજા દિવસે 150

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહત્તમ તાપમાન પણ ઘટી 32.6 ડિગ્રી નોંધાયું

શહેરમાં ઠંડા પવનોના પગલે સતત બીજા દિવસે ઠંડીનો પારો 15 ડિગ્રી નોંધાયો છે. જ્યારે મહત્તમ તાપમાન પણ 1.2 ડિગ્રી ઘટી ગયું છે. જેના કારણે બપોરના સમયે પણ ગરમીનું પ્રમાણ ઘટ્યું હતું. ઉલ્લેખનિય છે કે, વાતાવરણ સૂકું થઈ થવા ઉપરાંત ઉત્તર-પૂર્વના ઠંડા પવનોના પગલે ઠંડીની તીવ્રતા વધી છે.

ઠંડીને પગલે વહેલી સવારે ધુમ્મસનું પ્રમાણ પણ વધ્યું છે. શહેરીજનો ફૂલગુલાબી ઠંડીમાં સવારે બાગ-બગીચાઓમાં કસરત કરવા માટે મોટી સંખ્યામાં પહોંચી રહ્યાં છે. સોમવારની મોડી રાતે પણ ઠંડા પવનોને પગલે પારો 15 ડિગ્રી રહ્યો હતો. જેના કારણે ઠંડીની તીવ્રતા વધી હતી. ઠંડા પવનોની અસર મંગળવારે વહેલી સવારે પણ નોંધાઈ હતી. શહેરમાં મંગળવારના રોજ મહત્તમ તાપમાનનો પારો 32.6 ડિગ્રી અને લઘુતમ તાપમાનનો પારો 15.6 ડિગ્રી નોંધાયો હતો.

બીજી તરફ ઉત્તર-પૂર્વની દિશાથી 8 કિમીની ઝડપે ઠંડા પવનો ફૂંકાયા હતા. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 32.6 ડિગ્રી અને સાંજના સમયે 37 ટકા નોંધાયું હતું. બુધવારના રોજ પારો 16 ડિગ્રી સુધી રહે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.

અન્ય સમાચારો પણ છે...