તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરમાં વહેલી સવારથી જ કોલ્ડવેવના પગલે સિઝનમાં પહેલી વખત ઠંડીનો પારો 10 ડિગ્રી નોંધાયો હતો. સવારે 5 થી 6 વાગ્યાની વચ્ચે પારો 10 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. દિવસ દરમિયાન ઠંડીની તીવ્રતાએ લોકોને ધ્રુજાવ્યા હતા. 30 ડિસેમ્બરથી કોલ્ડવેવની અસર ઓછી થતાં ઠંડીનો પારો 11 ડિગ્રી સુધી પહોંચશે.ઉત્તર દિશામાંથી ફૂંકાતા સૂકા અને ઠંડા પવનોના પગલે બે દિવસથી ઠંડીની તીવ્રતા વધી હતી. મંગળવારે 15 કિમીના પવનોથી વાતાવરણ ઠંડુંગાર થઈ ગયું હતું. જ્યારે વહેલી સવારે ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટી ગઈ હતી. દિવસ દરમિયાન પવનોથી બચવા ઘરો તેમજ ઓફિસમાં જ રહેવાનું પસંદ કર્યું હતું.
મહત્તમ તાપમાન પણ 25.7 ડિગ્રી નોંધાયું
29 ડિસેમ્બરે મહત્તમ તાપમાનનો પારો 25.7 ડિગ્રી, જ્યારે લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રી નોંધાયો હતો. ભેજનું પ્રમાણ સવારે 54 ટકા અને સાંજે 33 ટકા નોંધાયું હતું. બીજી તરફ ઉત્તર-પૂર્વની દિશાથી એવરેજ 15 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. 30 ડિસેમ્બરના રોજ ઠંડા પવનોની અસર ઓછી થતાં ઠંડીનો પારો 11 ડિગ્રી સુધી નોંધાય તેવી સંભાવના છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.