તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુકાનદારોનું દર્દ:વડોદરામાં કોરોનાને કારણે વેપારીઓ ભાડું ન ભરી શક્યા, કોર્પોરેશને 31 દુકાનો સીલ કરતા વેપારીઓ રડ્યાં, 18 ટકા વ્યાજ સાથે ભાડું માગ્યું હતું

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોર્પોરેશન દ્વારા દુકાનદારોને નોટિસ આપી ભાડાની પઠાણી ઉઘરાણી શરૂ કરી હોવાના આક્ષેપ વેપારીઓએ કર્યા હતાં. - Divya Bhaskar
કોર્પોરેશન દ્વારા દુકાનદારોને નોટિસ આપી ભાડાની પઠાણી ઉઘરાણી શરૂ કરી હોવાના આક્ષેપ વેપારીઓએ કર્યા હતાં.
  • કોરોનાને કારણે દુકાનો બંધ રહેતા વેપારીઓ ભાડું ભરી શક્યા નથી
  • નાની દુકાનોનું ભાડું રૂ.3 લાખથી રૂ.6 લાખ અને મોટી દુકાનોનું ભાડું રૂ.6 લાખથી રૂ.12 લાખ છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની મહામારીમા વેપારીઓને સહકાર આપવા અપીલ કરી છે. ત્યારે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા 18 ટકા વ્યાજ સાથે દુકાનોનુ ભાડું ન ભરનાર કારેલીબાગ સ્થિત ખાણીપીણીના રાત્રિ બજારની 42 પૈકી 31 દુકાનોને સીલ મારી, દુકાનો ખાલી કરાવી હતી. કોરોનાના કારણે દોઢ વર્ષથી ભાડૂ ન ભરી શકતા દુકાનો ખાલી કરવાનો વખત આવતા દુકાનદારો રડી પડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, રાત્રિ બજારમાં આવેલી નાની દુકાનોનું ભાડું 3 લાખથી 6 લાખ હોય છે અને મોટી દુકાનોનું 6 લાખથી 12 લાખ હોય છે.

આ અંગે સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન હિતેન્દ્ર પટેલે કહ્યું હતું કે આ અંગે રજૂઆતો મળી છે. નવા મ્યુનિ. કમિશનર ચાર્જ સંભાળે પછી વિચારણા કરવામાં આવશે.

ખાણીપીણીના રાત્રિ બજારની 42 પૈકી 31 દુકાનોને સીલ મારી, દુકાનો ખાલી કરાવવામાં આવી હતી.
ખાણીપીણીના રાત્રિ બજારની 42 પૈકી 31 દુકાનોને સીલ મારી, દુકાનો ખાલી કરાવવામાં આવી હતી.

કોરોનાને કારણે ભાડું ન ભરી શકતા રજૂઆત કરાયેલી
વડોદરા મહાનગર સેવા સદન દ્વારા કારેલીબાગ ખાતે ખાણીપીણીનું રાત્રિ બજાર આવેલું છે. કોર્પોરેશન દ્વારા આ બજારની દુકાનો હરાજીથી ભાડે આપવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા નક્કી કર્યા મુજબ ભાડું વસુલ કરવામાં આવે છે.કોરોનાની મહામારીના કારણે આ રાત્રિ બજાર છેલ્લા દોઢ વર્ષથી બંધ હતું. પરિણામે દુકાનદારો ભાડૂ ભરી શક્યા નથી. કોર્પોરેશન દ્વારા દુકાનદારોને નોટિસ આપી ભાડાની પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. પરંતુ દુકાનદારો ભાડૂ ભરી શક્યા ન હતા.ભાડૂ માફ કરવા મેયર, મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી. પરંતુ, કોર્પોરેશન દ્વારા દુકાનદારોની રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવી ન હતી.

આજે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
આજે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવતી હતી
કોર્પોરેશન દ્વારા દુકાનદારો ને 18 ટકા વ્યાજ સાથે ભાડૂ ભરવા માટે નોટિસો આપવામાં આવી હતી. તે સામે દુકાનદારોએ ભાડૂ માફ કરવા પુનઃ રજુઆત કરી હતી. આમ છતાં કોર્પોરેશન દ્વારા દુકાનદારોને રાહત આપવાને બદલે દુકાનોને સીલ મારવાની શરૂઆત કરી હતી. કોર્પોરેશન દ્વારા દુકાનોને સીલ માર્યા બાદ પણ દુકાનદારોએ ભાડૂ ન ભરતા આજે દુકાનદારોને દુકાનો ખાલી કરાવતા વેપારીઓ દુકાનો ખાલી કરતા રડી પડ્યા હતા.

છેલ્લા દોઢ વર્ષથી અમારી દુકાનો બંધ હતી તો ભાડુ કેમ આપવું તેમ વેપારીઓએ જણાવ્યું હતું.
છેલ્લા દોઢ વર્ષથી અમારી દુકાનો બંધ હતી તો ભાડુ કેમ આપવું તેમ વેપારીઓએ જણાવ્યું હતું.

પરિવારના ગુજરાનનો પ્રશ્ન-વેપારીઓ
દુકાનદાર દિલીપભાઇ મોતીયાનીએ રડતા રડતા જણાવ્યું કે, અમો ભાડું ભરવા તૈયાર છે. પણ અમને રાહત આપવામાં આવે. કોર્પોરેશને દુકાનોને સીલ મારી ખાલી કરાવતા અમારા પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવીશુ. આજે અમો બેકાર થઇ ગયા.દુકાનદાર દિનેશભાઇ ગુપ્તાએ જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ વર્ષથી અમારી દુકાનો બંધ હતી. અમારી ભાડું ભરવાની તાકાત નથી. અમોને રાહત આપો અમે ભાડું ભરવા તૈયાર છે.