નાઇટ લાઇફમાં વધારો:વડોદરાના આજવા રોડ સ્થિત રાત્રીબજારની 17 દુકાનો શરૂ વેપારીઓએ ભાડે લીધી, આગામી દિવસોમાં થશે ઉદ્ઘાટન

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આજવા રોડ સ્થિત રાત્રીબજારની ફાઇલ તસવીર - Divya Bhaskar
આજવા રોડ સ્થિત રાત્રીબજારની ફાઇલ તસવીર

શહેરની નાઇટ લાઇફમાં હવે વધુ એક વધારો થવા જઇ રહ્યો છે. આજવા રોડ સ્થિત રાત્રીબજારની 17 દુકાનોની હરાજી પૂર્ણ થઇ છે અને આગામી દિવસોમાં ખાણીપીણીની આ દુકાનો શરૂ થશે.

નેશનલ હાઇવેનો મળશે લાભ
વડોદરા શહેરની નાઇટ લાઇફમાં કારેલીબાગ વિસ્તારમાં આવેલ રાત્રીબજાર મહત્વનું સાબિત થયું છે. ત્યારે હવે નેશનલ હાઇવે ને અડીને આજવા રોડ પર બનેલ રાત્રીબજારની 17 દુકાનો લીઝ પર લેવા માટે વેપારીઓને હામી ભરી છે. ત્યારે હવે આગામી દિવસો શહેરની નાઇટ લાઇફમાં વધુ એક પીછું ઉમેરાશે.

ખાણીપીણીની દુકાનો ધમધમશે​​​​​​​
આ અંગે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજવા રોડ પર આવેલ રાત્રીબજારની 35 દુકાનોમાંથી 17 દુકાનો ખાણીપીણી માટે વેપારીઓને અપાઇ છે. તેથી આગામી દિવસોમાં આજવા રોડનું રાત્રીબજાર શરૂ થશે.

નીતિન પટેલે કર્યું હતું ઉદ્ઘાટન
અત્રે ઉલ્લેખનીય છે આ આજવા રોડ સ્થિત રાત્રી બજારની દુકાનો 3.6 કરોડના ખર્ચે બની હતી અને તેનું લોકાર્પણ વર્ષ 2017માં ગુજરાતના તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. પરંતુ આ દુકાનો ભાડેથી લેવા કોઇ વેપારીઓએ રસ દાખવ્યો ન હતો અને ત્યાર બાદ કોરોનાકાળ આવતા તે શરૂ થઇ શક્યું ન હતું. જ્યાર બાદ હવે આ રાત્રીબજારની દુકાનોની અપસેટ વેલ્યુમાં મોટો ઘટાડો કરવામાં આવતા આખરે 17 દુકાનો ભાડે લેવાઇ છે.