બંધ મકાનમાં હાથફેરો:વડોદરામાં પરિવાર સંબંધીના લગ્નમાં ગયા ને તસ્કરો રોકડા અને દાગીના ચોરી ગયા

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાવલી પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર. - Divya Bhaskar
સાવલી પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર.
  • રોકડ રૂ. 50,000 અને સોના ચાંદીના ઘરેણાં મળી કુલ રૂપિયા 1.44 લાખની મતાની ચોરી

શહેરના સમા સાવલી રોડ પર આવેલ ગ્રીન વૃંદાવન એપાર્ટમેન્ટમાં રહેતો પરિવાર બાલાસિનોર ખાતે રહેતા સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં ગયા હતા. બે દિવસ બંધ રહેલા મકાનમાં તસ્કરોએ પ્રવેશ કરી તિજોરીમાં રાખેલ રોકડ રૂ. 50,000 અને સોના ચાંદીના ઘરેણાં મળી કુલ રૂપિયા 1.44 લાખની મતાની ચોરી કરી નાસી ગયા હતા.

મકાનને મારેલ નકુચો તૂટેલો જોવા મળ્યો
મળેલી માહિતી મુજબ શહેરના સમા સાવલી રોડ પર આવેલ ગ્રીન વૃંદાવન એપાર્ટમેન્ટમાં રહેતા ઉદય કૌશિકભાઈ મોદી મંગળ બજારમાં પ્લાસ્ટિકની ચિજવસ્તુઓની દુકાન ધરાવે છે. ગત તા. 21 નવેમ્બરના રોજ તેઓ પરિવાર સાથે બાલાસિનોર ખાતે રહેતા સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં ગયા હતા. ત્યાં તેમણે બે દિવસ રોકાણ કર્યું હતું. બે દિવસ રોકાણ કર્યાબાદ તેઓ પરત વડોદરા ઘરે આવ્યા હતા. જ્યાં તેમને મકાનને મારેલ નકુચો તૂટેલો જોવા મળ્યો હતો તેમજ દરવાજા ખુલ્લા હતા.

પોલીસે તસ્કરોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા
મકાનમાં તપાસ કરતા મકાનમાં તમામ સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. ત્યારે તેમણે તિજોરીમાં અને મંદિરમાં તપાસ કરતા તસ્કરો તિજોરીમાં રાખેલ રોકડ રૂ. 50,000 અને સોના ચાંદીના ઘરેણાં મળી કુલ રૂ. 1.44 લાખની મતાની ચોરી કરી નાસી ગયા હતા. દરમિયાન તેમણે બનાવ અંગે સમા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ બનાવનો ભેદ ઉકેલવા આસપાસના સીસીટીવી ફૂટેજ કબ્જે કરી તસ્કરોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવે વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી.