સેનેટની ચૂંટણી:સત્તાધારી જૂથના સભ્યો રેલી કાઢીને ફોર્મ ભરશે, પ્રોફેસર કેટેગરી માટે 5 ફોર્મ ભરાયા

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • યુનિ.માં ટીચર્સ કેટેગરી માટે 13ની ઉમેદવારી

એમ.એસ.યુનિ.માં ડિસેમ્બર-જાન્યુઆરીમાં યોજાનારી સેનેટની ચૂંટણીમાં પ્રોફેસર કેટેગરી માટે 5 અને ટીચર્સ કેટેગરી માટે 13 ફોર્મ ભરાયા હતા. પ્રોફેસર કેટેગરીમાં 5 બેઠકો છે જયારે ટીર્ચસ કેટેગરીમાં 18 બેઠકો છે. ગુરુવારે સત્તાધારી જૂથના સભ્યો રેલી કાઢી ફોર્મ ભરશે. પ્રોફેસર કેટેગરીમાં આર્ટસના પ્રો.દિપેન્દ્રસિંહ જાડેજા,સાયન્સના અતુલ જોશી,મેડિસીનના ડો.રંજન ઐયર, ટેકનોલોજીના પ્રો.પ્રદીપ દેવતા, હોમ સાયન્સના પ્રો.કોમલ ચોહાણે ઉમેદવારી નોંધાવી છે.

ટીચર્સ કેટેગરીમાંથી આર્ટસના ડો.શ્વેતા જેજુરકર, સાયન્સના ડો.રશ્મીન સોમપુરા, કોમર્સમાંથી ડો.મૃદુલા ત્રીવેદી, મેડિસીનના ડો.બી.જી.રાઠોડ, પર્ફોમીંગ આર્ટસમાંથી ડો.ત્રીલોકસીંગ મહેરા, સોશ્યલ વર્કમાંથી ડો.કવીતા સીંધવ, ફાઇન આર્ટસમાંથી પ્રફુલ ગોહીલ, હોમ સાયન્સમાંથી સરજુ પટેલ, ફાર્મસીમાંથી ડો.પ્રશાંત મુરુરકર,લો ફેકલ્ટીમાંથી ડો.નમ્રતા લુહાર, પોલીટેકનીકમાંથી સંદીપ ગોખલે, પાદરા કોલેજમાંથી એમ.એમ.શાહે ફોર્મ ભર્યા હતા. પ્રોફેસર કેટેગરી માટે 20 ડિસેમ્બરે, ટીચર્સ કેટેગરી માટે 29 ડિસેમ્બરે ચૂંટણી થશે.

અન્ય સમાચારો પણ છે...