તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:19 લાખની ઠગાઈના ગુનામાં મેહુલ સિંહ ઠાકોર ફરાર જાહેર

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિશ્વાસમાં લઇ મહિલાને વિવિધ વ્યવસાયો શરૂ કરવાનું કહીને આરોપીએ નાણાં પડાવ્યાં હતાં

મકરપુરા પોલીસ સ્ટેશનમાં ઓકટોબર 2020 માં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં નાસતા-ફરતા આરોપી હજુ સુધી ન પકડાતા આખરે દિવાળીપુરા કોર્ટના 11માં એડી.સીવી.જજ તથા એડી.ચીફ.જ્યૂડી.મેજી દ્વારા સી.આર.પી.સી. કલમ 82 મુજબ ફરારી જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

કોર્ટ દ્વારા આરોપી મેહુલસિંહ મોહકસિંહ ઠાકોર (રહે- અંકોડિયા ગામ,વ્રજધામ સોસાયટી,કોયલી-સેવાસી રોડ) ને 5 મે 2021 ના 11 વાગે કોર્ટ સમક્ષ કેસની આગળની કાર્યવાહી માટે હાજર રહેવા ફરમાન આપ્યું છે.જો આરોપી હાજર નહીં રહે તો મિલકત જપ્તી નો આદેશ પણ કોર્ટ દ્વારા કરાયો છે. 13 ઓક્ટોબર-20 રોજ આરોપી મેહુલસિંહ ઠાકોર વિરુધ્ધ છેતરપીંડીની ફરિયાદ દાખલ કરાઈ હતી. જેમાં આરોપીએ ફરિયાદી જયશ્રીબેન બેચરભાઈ મહિડા (ઉ.વ.૬૪) ( રહે -રાજેશ્વર ગોલ્ડ, હરણી પોલીસ સ્ટેશન પાસે વડોદરા) સાથે કુટુંબના સભ્ય હોય તેવા સંબંધો રાખીને 27 માર્ચ 2018 થી ૩ માર્ચ 2020 ના સમયગાળા દરમિયાન જુદી જુદી કંપનીઓ, પેટ્રોલ પંપ, નવરાત્રિમાં નાસ્તાના સ્ટોલ, ગૃહ ઉદ્યોગ શરૂ કરવા, પાનકાર્ડ- જીએસટી તથા ગુમાસ્તાધારા લાયસન્સ લેવા માટે તેમજ અકોટા એક્ઝિબિશનમાં સ્ટોર ચાલુ કરવાના બહાને ફરિયાદી પાસેથી રૂપિયા ૧૯.૭ લાખ ખંખેરી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો