વડોદરા મહેંદી હત્યા કેસ:મહેંદી 7મીના રોજ રાત્રે સચીન સાથે ખરીદી માટે ગયા બાદ દેખાઇ ન હતી, બેંક એકાઉન્ટ તેમજ મોબાઇલ ફોનની તપાસ કરાશે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • સચીન દીક્ષિત ફતેગંજમાં અગાઉ પેઇંગ ગેસ્ટ તરીકે રહેતો હતો
  • સચીન દીક્ષિત 6 દિવસના રિમાન્ડ પર

ન્યૂ વીઆઇપી રોડ પર દર્શનમ ફ્લેટમાં હિના ઉર્ફે મહેંદીની ઘાતકી હત્યા કરી ફરાર થયેલા સચીન દીક્ષિતનો વડોદરા પોલીસે કબજો મેળવ્યા બાદ આજે તેને અદાલત સમક્ષ રજૂ કરાતાં જ્યુ.મેજિ.એ 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. સરકાર તરફે રજૂઆત કરાઈ હતી કે, 7 ઓક્ટોબરે રાતના 8 વાગે સચીન હિના અને પુત્ર સાથે ખરીદી ગયો હતો અને ત્યાર બાદ હિનાને કોઇએ જોઇ ન હતી એટલે તેઓ ક્યાં ખરીદી માટે ગયાં હતાં તેની તપાસ કરવાની છે.

રિમાન્ડ અરજીની સુનાવણીમાં સરકાર તરફે એપીપી તરૂણ દેસાઇ હાજર રહ્યા હતા. તેમણે આરોપીના 14 દિવસના રિમાન્ડની માગણી કરતાં રજૂઆત કરી હતી કે, આરોપી સચીન અગાઉ ફતેગંજ વિસ્તારમાં પત્રકાર કોલોની સ્થિત મકાનમાં પેઇંગ ગેસ્ટ તરીકે રોકાયો છે જે રૂમ આપનાર ફૈઝાન નામના વ્યક્તિને આરોપી જ ઓળખે છે એટલે તેની તપાસ કરવાની છે. પુત્ર માટે ફ્લેટમાં દૂધ આપવા માટે રોજ આદિત્ય ડેરીનો રાકેશ આવતો હતો એટલે તેની તપાસ કરવાની છે. મરનાર હિનાને અમદાવાદ ખાતે પણ ભાડે મકાન અપાવ્યું હતું એટલે તેની તપાસ કરવાની છે.

અગાઉ હિના ઉર્ફે મહેંદીએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ફરિયાદ આપી હતી કે, સચીન પરિણીત હોવા છતાં તેણે આ બાબત છુપાવી પ્રેમ સંબંધ રાખ્યો છે. જે તે સમયે આ ફરિયાદમાં કોઇ લાલાભાઇ નામની વ્યક્તિ આવી હતી એટલે તેની તપાસ કરવાની છે. હિનાએ બાળકને જે હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો ત્યાં તપાસ કરવાની છે. અમદાવાદમાં આરોપીએ જે મકાનોમાં મરનાર સાથે શારીરિક સંબંધો બાંધેલા છે તે મકાનોમાં તપાસ કરવાની છે.

હત્યા બાદ આરોપી સેન્ટ્રો કારમાં પુત્રને લઇને વડોદરાથી ગાંધીનગર ગયો હતો એટલે તે ક્યાં ક્યાં ગયો હતો તે જગ્યાએ તપાસ કરવાની છે. આરોપીએ જ્યાં જ્યાં નોકરી કરી છે ત્યા તપાસ કરવાની છે. આરોપીના બેંક એકાઉન્ટની વિગતો અને મોબાઇલ કોલ ડિટેઇલ મેળવવાની છે. જ્યુ.મેજિ.એ આરોપીના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...