તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:70 કરોડના ડ્રગકાંડમાં મૂળ વડોદરાની મેહજબીનની મુંબઈથી ધરપકડ કરાઈ

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
મેહજબીન - Divya Bhaskar
મેહજબીન
  • 2002નાં રમખાણ બાદ મુંબઈ જતી રહેલી મહિલા ડ્રગ પેડલર બની
  • બે લગ્ન પછી પ્રેમી સાથે લિવ ઇન રિલેશનમાં રહી : નાણાંની તંગી પડી તો બુટિકનો ધંધો બંધ કરી ડ્રગના કારોબારમાં ઝંપલાવી ડ્રગ ક્વીન બની, ઇન્દોર પોલીસે પકડી

70 કરોડના ડ્રગ કાંડમાં ઇન્દોર પોલીસે મૂળ વડોદરાની મહિલા ડ્રગ પેડલરને મુંબઇથી ઝડપી પાડી હોવાની વિગત પ્રકાશમાં આવી છે. વર્ષ 2002માં ગોધરાકાંડ બાદના રમખાણે વડોદરાની મેહઝબીનના ઘરનો પણ ભોગ લીધો હતો. વર્ષ 2000માં મેહઝબીનના નિકાહ વડોદરાના અશરફ અલી સાથે થયા હતા અને 2002ના રમખાણો બાદ વડોદરા છોડી પતિ સાથે મુંબઇ પહોંચી હતી. જોકે તેણે અસરફને છૂટાછેડા આપી બીજી વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા હતા. મહેજબીનનું બીજું લગ્ન પણ ભાંગી ગયું હતું, તે પછી કફીલ ખાન સાથે લિવ-ઈનમાં રહેવા લાગી હતી.

કફિલ ખાન ગંભીર ગુનાઓમાં જયપુર જેલમાં સજા ભોગવી રહ્યો છે. ગુજરાન ચલાવવા તેણે ઘરે બુટીકનું કામ શરૂ કર્યું હતું અને ઘણી વખત તે દિલ્હીની નિઝામુદ્દીન દરગાહ પર જતી હતી. જ્યાં તેનો સંપર્ક દેવી કિન્નર જોડે થતાં તેની ડ્રગ્સના કારોબારીની સફર શરૂ થઈ હતી. તેની ઓળખ અનવર નામના યુવક સાથે થતાં તેણે કોકીન તસ્કરી માટે રાજી કરી ઇન્દોરમાં ડ્રગ નેટવર્ક સાથે સંકળાયેલા સલીમ અને ઝુબેર સાથે સંપર્ક કરાવ્યો હતો. ઈન્દોરથી ઘણી વખત મુંબઇમાં ડ્રગ્સ સપ્લાય કર્યુંં હતું.

તેણે સિમકાર્ડ બાંગ્લાદેશથી મગાવ્યું હતું અને તેનાથી ડ્રગ ડિલરો જોડે વાત કરતી હતી. મોટા ભાગે ઈન્ટરનેટ કોલિંગ અને અન્ય એપ્સનો ઉપયોગ કરતી હતી. તેમજ મોબાઈલનો ઉપયોગ કર્યા બાદ તે ફોન ફેંકી દીધી હતી. પોલીસે તેની પાસેથી બે ફોન જપ્ત કર્યા હતા. ઇન્દોર ક્રાઈમ બ્રાન્ચે 5 જાન્યુઆરીએ 5 લોકોને 70 કરોડના 70 કિલો એમડીએમએ ડ્રગ્સ પકડ્યા હતા અને અત્યાર સુધીમાં 32 લોકો ગિરફ્તમાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...