તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:જન જાગૃતિ અભિયાન દ્વારા મેઘાણી વંદના કસુંબલ ડાયરો યોજાયો

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરના જન જાગૃતિ અભિયાન દ્વારા રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે મેઘાણી વંદના.. કસુંબલ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કસુંબલ ડાયરામાં જન જાગૃતિ અભિયાનના દેશ વિદેશના 255 સભ્યો જોડાયા હતા. કાર્યક્રમમા આ વર્ષની મેઘાણી ગીત સ્પર્ધાના પ્રથમ વિજેતા 12 વર્ષિય જયેન્દ્ર ખાચરે વિરાટ દર્શન કાવ્યા અસલ ચરચરી છંદમાં ગાઇ હતી. આ ઉપરાંત રાજકોટના 84 વર્ષના વૃદ્ધ ગાયિકા માહાલક્ષ્મી બા એ અવરાની એ ઓતરાદા વાયરા ઊઠો ગીત ગાઇ લોકોને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. આ ઉપરાંત આ કસુંબલ ડાયરામાં સુરત, રાજકોટ, બોટાદ અને વડોદરના ગાયકોએ મેઘાણીના વિવિધ લોકગીતો અને ભજનો રજુ કર્યા હતા. સોશિયલ મિડિયા પર આ ડાયરામાં 5 હજારથી વધુ લોકો જોડાયા હતા.3

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો