તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • 'Meena' German Shepherd, Who Was On Duty As A Sniffer Dog In Vadodara Police Dog Squad, Died, VVIP Arrangements Including The Statue

શ્વાનને અંતિમ સલામી:વડોદરા પોલીસના ડોગ સ્કવોડમાં સ્નિફર ડોગ તરીકે ફરજ બજાવતી 'મીના' જર્મન શેફર્ડનું મૃત્યુ, સ્ટેચ્યૂ સહિત VVIP બંદોબસ્તમાં ફરજ બજાવી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડોગ સ્કવોડમાં સ્નિફર ડોગ તરીકે ફરજ બજાવતી 'મીના'(માદા)જર્મન શેફર્ડનું લાંબી બીમારી બાદ અવસાન થયું - Divya Bhaskar
ડોગ સ્કવોડમાં સ્નિફર ડોગ તરીકે ફરજ બજાવતી 'મીના'(માદા)જર્મન શેફર્ડનું લાંબી બીમારી બાદ અવસાન થયું
  • મીનાએ વડોદરા સહિત રાજ્યમાં અન્ય સ્થળોએ VVIP બંદોબસ્તમાં સફળ ફરજ બજાવી હતી

વડોદરા શહેર પોલીસ મુખ્ય મથકમાં ડોગ સ્કવોડમાં સ્નિફર ડોગ તરીકે ફરજ બજાવતી 'મીના'(માદા)જર્મન શેફર્ડનું લાંબી બીમારી બાદ અવસાન થયું હતું. આ માદા જર્મન સ્નિફર ડોગ શહેર પોલીસના શ્વાન દળમાં જૂન-2014થી ફરજ બજાવતી હતી. મીના સ્નિફર ડોગને પુરા સન્માન સાથે ડોગ સ્કવોડના અન્ય બે સાથી ડોગ ડેની અને સમ્રાટ દ્વારા શ્વાન દળની પરંપરા અનુસાર સલામી આપીને અંતિમ સન્માન આપવામાં આવ્યું હતું. પોલીસ મુખ્ય મથકના અધિકારીઓ અને ડોગ સ્કોડના કર્મચારીઓ દ્વારા અંતિમવિધિ કરવામાં આવી હતી.

પોલીસને વિવિધ ગંભીર પ્રકારના ગુનાઓ ઉકેલવામાં શ્વાન મદદરૂપ બને છે
પોલીસ દળમાં ચોરી, લૂંટફાટ, હત્યા, બિન વારસી વસ્તુઓની ઓળખ સહિત વિવિધ ગુનાઓનો ભેદ ઉકેલવામાં ડોગ સ્કવોડની મહત્વની ભૂમિકા હોય છે. આ કામગીરી માટે પોલીસ શ્વાન ટુકડીમાં ઊંચી નસ્લના તાલીમબદ્ધ શ્વાન હોય છે, જે પોલીસને વિવિધ ગંભીર પ્રકારના ગુનાઓ ઉકેલવામાં મદદરૂપ બને છે. એમ પણ કહેવાય છે કે, શ્વાન બહુ જ વફાદાર પ્રાણી છે, જેની ચકોરતા અને ગંધ પારખીને પગેરું શોધવાની શક્તિનો રાજ્ય પોલીસ દળ ખૂબ લાંબા સમયથી લાભ લઈ રહ્યું છે.

પોલીસ મુખ્ય મથકના અધિકારીઓ અને ડોગ સ્કોડના કર્મચારીઓ દ્વારા અંતિમવિધિ કરવામાં આવી હતી
પોલીસ મુખ્ય મથકના અધિકારીઓ અને ડોગ સ્કોડના કર્મચારીઓ દ્વારા અંતિમવિધિ કરવામાં આવી હતી

સ્નિફર ડોગને વિસ્ફોટક પદાર્થ શોધવાની અદ્યતન તાલીમ આપવામાં આવે છે
વડોદરા શહેર પોલીસ શ્વાન દળના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બી.બી.શુક્લએ જણાવ્યું કે, શ્વાન દળમાં ચોરી, હત્યાનો ભેદ ઉકેલવા જે ડોગની મદદ લેવાય છે તેને ટ્રેકર તરીકે ઓળખવામાં આવે છે, જેને માનવ ગંધ પારખવાની તાલીમ આપવામાં આવે છે. જ્યારે સ્નિફર ડોગને વિસ્ફોટક પદાર્થ(Explosive) શોધવાની અદ્યતન તાલીમ આપવામાં આવે છે.

મીનાએ વડોદરા સહિત રાજ્યમાં અન્ય સ્થળોએ VVIP બંદોબસ્તમાં સફળ ફરજ બજાવી હતી
મીનાએ વડોદરા સહિત રાજ્યમાં અન્ય સ્થળોએ VVIP બંદોબસ્તમાં સફળ ફરજ બજાવી હતી

વિસ્ફોટક પ્રદાર્થની શોધખોળ માટે સ્નિફર ડોગની મદદ લેવામાં આવે છે
તેમણે ઉમેર્યું કે પોલીસ દ્વારા VVIP અને VIPની મુલાકાત ઉપરાંત વિસ્ફોટક પદાર્થ શોધવા, મોબ ડ્રીલ અને ડેમોસ્ટ્રેશનમાં સ્નિફર ડોગની મદદ લેવામાં આવે છે. સ્નિફર ડોગ VVIP અને VIPની મુલાકાત ઉપરાંત રથયાત્રા જેવા પ્રસંગોએ નિર્ધારિત માર્ગ પર વિસ્ફોટક પ્રદાર્થની શોધખોળ માટે સ્નિફર ડોગની મદદ લેવામાં આવે છે.

પોલીસ દળમાં ચોરી, લૂંટફાટ, હત્યા, બિન વારસી વસ્તુઓની ઓળખ સહિત વિવિધ ગુનાઓનો ભેદ ઉકેલવામાં ડોગ સ્કવોડની મહત્વની ભૂમિકા હોય છે
પોલીસ દળમાં ચોરી, લૂંટફાટ, હત્યા, બિન વારસી વસ્તુઓની ઓળખ સહિત વિવિધ ગુનાઓનો ભેદ ઉકેલવામાં ડોગ સ્કવોડની મહત્વની ભૂમિકા હોય છે

મીનાએ VVIP બંદોબસ્તમાં સફળ ફરજ બજાવી
સ્નિફર ડોગ મીનાએ વડોદરા શહેર જિલ્લા તેમજ કેવડિયા કોલોની સ્ટેચ્યૂ ઓફ યુનિટીના VVIP બંદોબસ્ત ઉપરાંત રાજ્યમાં અન્ય સ્થળોએ VVIP બંદોબસ્તમાં સફળ ફરજ બજાવી હતી.

શ્વાનનો ગંધ પારખીને પગેરું શોધવાની શક્તિનો રાજ્ય પોલીસ દળ ખૂબ લાંબા સમયથી લાભ લઈ રહ્યું છે
શ્વાનનો ગંધ પારખીને પગેરું શોધવાની શક્તિનો રાજ્ય પોલીસ દળ ખૂબ લાંબા સમયથી લાભ લઈ રહ્યું છે
અન્ય સમાચારો પણ છે...