તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Medical Teachers On Contractor Of Sayaji Hospital In Vadodara Handed Over Application Form To Dean And Superintendent, Demanding Proper Compensation

તબીબી શિક્ષકો આંદોલનના માર્ગે:વડોદરાની સયાજી હોસ્પિટલના કોન્ટ્રાક્ટરના તબીબી શિક્ષકોનું ડીન-સુપ્રિટેન્ડેન્ટને આવેદનપત્ર, પગાર, બઢતી તથા ભથ્થાઓ મુદ્દે રજૂઆત કરી

વડોદરા2 મહિનો પહેલા
કોન્ટ્રાક્ટના તબીબી શિક્ષકોનો પગાર ઓછો હોવાથી યોગ્ય વળતર આપવાની માગ કરી
  • રેસિડેન્ટ તબીબોની સરખામણીમાં કોન્ટ્રાક્ટના તબીબી શિક્ષકોનો પગાર ઓછો હોવાથી વિરોધ

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ સહિત રાજ્યની 6 સરકારી હોસ્પિટલના કોન્ટ્રાક્ટના તબીબી શિક્ષકોએ હવે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. સયાજી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પરના તબીબી શિક્ષકોએ ડીન અને સુપ્રિટેન્ડેન્ટને આવેદનપત્ર આપ્યું હતું અને રેસિડેન્ટ તબીબોની સરખામણીમાં કોન્ટ્રાક્ટના તબીબી શિક્ષકોનો પગાર ઓછો હોવાથી યોગ્ય વળતર આપવાની માગ કરી હતી.

ગોત્રી હોસ્પિટલના 130 તબીબોની માગ સંતોષાતાં હડતાળ સમેટી લેવાઈ હતી, જ્યારે બીજી તરફ હવે સયાજી હોસ્પિટલ સહિત રાજ્યની 6 સરકારી હોસ્પિટલના કોન્ટ્રાક્ટના તબીબી શિક્ષકોએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. સયાજીમાં હંગામી તબીબી શિક્ષકોએ ડીન અને સુપરિન્ટેન્ડેન્ટને આવેદનપત્ર આપી રેસિડેન્ટ તબીબોની સરખામણીમાં પગાર ઓછો હોવાથી યોગ્ય વળતર આપવા માગ કરી હતી. તેમણે સયાજીમાં પ્રતીક ધરણાં કર્યાં હતાં.

10 વર્ષથી સરકાર દ્વારા પડતર પ્રશ્નોનો નિકાલ ન લવાતાં ગુજરાત મેડિકલ ટીચર્સ એસો., વડોદરાના તબીબી પ્રાધ્યાપકો દ્વારા ગુરુવારે સયાજી હોસ્પિટલમાં પ્રતીક ધરણાં કરાયાં હતાં. તબીબો હડતાળ પર ઊતરતાં પોસ્ટમોર્ટમ, ઇન્ડોર, લેબ સહિતની કામગીરી પર અસર પડી હતી.

ગુજરાત મેડિકલ ટીચર્સ એસો.ના પ્રમુખ ડો. નિપુલે જણાવ્યું કે, સેવાકીય મુદ્દા, પગાર, બઢતી તથા ભથ્થાં સહિતના પડતર પ્રશ્ન મુદ્દે 2011થી સરકાર સમક્ષ રજૂઆતો કરાઈ રહી છે. વર્ષ 2012માં 13 દિવસનાં ધરણાં યોજ્યાં હતાં. જે-તે સમયે સરકાર તથા જવાબદાર મંત્રીઓ, અધિકારીઓ દ્વારા વર્ષ 2012ના અંત સુધીમાં માગ સ્વીકારી યોગ્ય નિર્ણય લેવાની લેખિત બાંહેધરી અપાતાં હડતાળ સમેટાઇ હતી. જેમાંથી માંડ 30 ટકા લોકોની કામગીરી થઇ હતી, પરંતુ હંગામી તબીબી શિક્ષકોને કાયમી કરવાનો નિર્ણય લેવાયો નથી.

બઢતી-ભથ્થાનું નિરાકરણ આવ્યું નથી. સરકાર વારંવાર ગાંધીનગર ધક્કા ખવડાવી મૌખિક બાંહેધરી આપે છે. જેથી ગુરુવારે પ્રથમ દિવસે સવારે 9થી 5 સુધી તબીબી શિક્ષકો પ્રતીક ધરણાં કરી લેબ, એક્સ-રે, ઇન્ડોર ડ્યૂટી, પોસ્ટમોર્ટમ ડ્યૂટીથી અળગાં રહ્યા હતા.

પડતર પ્રશ્નોને લઇને સયાજી હોસ્પિટલમાં પ્રતિક ધરણાં કર્યાં હતા
ઉલ્લેખનિય છે કે, છેલ્લા 10 વર્ષથી સરકાર દ્વારા પડતર પ્રશ્નોનો નિકાલ લાવવામાં ન આવતા ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિયેશન, વડોદરાના તબીબી પ્રાધ્યાપકો દ્વારા પડતર પ્રશ્નોની માગણીઓ પૂરી કરવાની માગ સાથે ગુરૂવારે સયાજી હોસ્પિટલમાં પ્રતિક ધરણાં કર્યાં હતા. તબીબો હડતાળ ઉપર ઉતરતા પોસ્ટમોર્ટમ, ઇન્ડોર કામગીરી, લેબ કામગીરી સહિતની કામગીરી ઉપર અસર પડી હતી.

2012માં ગુજરાતના તબીબી પ્રાધ્યાપક એસોસિયેશને 13 દિવસના ધરણાં યોજ્યા હતા
ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનના પ્રમુખ ડો. નિપુલે જણાવ્યું હતું કે, ગુજરાત તબીબી પ્રાધ્યાપકો દ્વારા પોતાના સેવાકીય મુદાઓ, પગાર, બઢતી તથા ભથ્થાંઓ અંગેના મુદાઓ સહિતના અનેક પડતર પ્રશ્નો મુદ્દે વર્ષ-2011 થી સરકાર સમક્ષ પોતાની માગણીઓ કરવામાં આવી રહી છે અને વર્ષ-2012માં સમગ્ર ગુજરાતના તબીબી પ્રાધ્યાપક એસોસિયેશને 13 દિવસના ધરણાં યોજ્યા હતા.

તબીબી શિક્ષકોને કાયમી કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યા નથી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે-તે સમયે સરકાર તથા સરકારના જવાબદાર મંત્રીઓ, અધિકારીઓ દ્વારા તબીબી શિક્ષક એસોસિયેશનને તેઓના પડતર પ્રશ્નોનો વર્ષ-2012ના અંત સુધીમાં માગણીઓ સ્વિકારી યોગ્ય નિર્ણય લેવાની લેખિતમાં બાંહેધરી આપવામાં આવતા આ હડતાળ સમેટાઇ હતી. જેમાંથી માંડ 30 ટકા લોકોની કામગીરી થઇ હતી, પરંતુ, સેવાકીય મુદ્દાઓ વિનિયમિત થયા નથી. સાથે જ હંગામી તબીબી શિક્ષકોને કાયમી કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યા નથી.

લેબ કામગીરી, એક્સ-રે કામગીરી, ઇન્ડોર ડ્યુટી, પોસ્ટમોર્ટમ ડ્યૂટીથી અળગા રહી પ્રતિક ધરણા પર બેઠા
આ ઉપરાંત બઢતી તથા ભથ્થાંના મુદાઓનું નિરાકરણ આજ દિવસ સુધી આવ્યું નથી. સરકાર દ્વારા વારંવાર ગાંધીનગર ધક્કા ખવડાવવામાં આવે છે અને મૌખિક બાંહેધરી આપવામાં આવે છે, ત્યારે આજે પ્રથમ દિવસે સમગ્ર ગુજરાતના તબીબી શિક્ષકો ગુરૂવારે સવારે 9થી 5 સુધી સરકારી મેડિકલ કોલેજ એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે પ્રતીક ધરણાં પર બેઠા હતા. સાથે જ નોન કોવિડ સેવાઓ જેવી કે, લેબ કામગીરી, એક્સ-રે કામગીરી, ઇન્ડોર ડ્યુટી, પોસ્ટમોર્ટમ ડ્યૂટીથી અળગા રહી પ્રતિક ધરણા પર બેઠા હતા.

ગોત્રીના તબીબોની માગણી સ્વીકારાતાં ડ્યૂટીમાં જોડાયા
ગોત્રી હોસ્પિટલમાં 130 ડોક્ટરોએ પડતર માગ ન સંતોષાતાં 12 મેથી કોરોના સહિતની સેવા બંધ કરી હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું. બીજી તરફ ગાંધીનગરમાં મળેલી બેઠકમાં તંત્રે માગનો સ્વીકાર કરતાં હડતાલ સમેટાઈ હતી. શુક્રવાર સવારથી તબીબો કોવિડ ડ્યૂટીમાં જોડાઈ ગયા હતા. ગાંધીનગર ખાતે જીએમઇઆરએસ ફેકલ્ટી એસો.ની બેઠક ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, અધિક મુખ્ય સચિવ, આરોગ્ય સચિવ, નાણાં વિભાગના સચિવ તેમજ આરોગ્ય કમિશનર સાથે મળી હતી.

જીએમઇઆરએસના સેક્રેટરી ડો. ભાવેશ દલવાડીએ જણાવ્યું કે, સાતમા પગાર પંચનું એરિયર, પીએફ, મેડિકલ એલાઉન્સ, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, ગ્રેજ્યુઇટી, સાતમા પગાર પંચનું એનપીએની માગ મંજૂર કરાઇ હતી. તબીબોની સાથે નર્સિંગ સ્ટાફની પણ આ જ બધી માગ સ્વીકારાઈ છે.

અન્ય સમાચારો પણ છે...