વડોદરાના ક્રાઇમ ન્યૂઝ:ફતેગંજમાં મેડિકલ સ્ટોર સંચાલકને ધમકી, તરસાલી બાયપાસ પાસે દર્શન હોટલમાં દારૂ પી ત્રણ શખ્સોએ હંગામો મચાવ્યો

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક

વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતા અને નવાયાર્ડમાં નારાયણ ફાર્મસી નામનો મેડિકલ સ્ટોર ચલાવતા બાદલભાઇ અનિલકુમાર ગોસ્વામી તેમની દુકાને હાજર હતા. ત્યારે યુનુસ નામનો શખ્સ બામ અને અન્ય વસ્તુઓ લેવા આવ્યો હતા. જેના માટે યુનુસે 500 રૂપિયાની નોટ આપતા દુકાન સંચાલકે છુટ્ટા આપવા કહ્યું હતું. અથવા તો ઓનલાઇન પેમેન્ટ કરી દો તેમ જણાવ્યું હતું. જેથી યુનુસે કહ્યું કે ઉધારમાં વસ્તુઓ આપો. જેથી દુકાન સંચાલકે ઉધાર આપવાની ના પાડતા યુનુસે તેમની સાથે ઝપાઝપી કરી હતી. તેમજ તુ મને ઓળખતો નથી તારી દુકાન બંધ કરાવી દઇશ. તને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જે અંગે મેડિકલ સ્ટોર સંચાલકે યુનુસ સામે ફતેંગજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ભાયલી સનફાર્મા રોડ પર દારૂ પી ઝઘડો કરતા બે પકડાયા
જે.પી.રોડ પોલીસ સ્ટેશનના સ્ટાફને વર્ધી મળી હતી કે, ભાયલી સનફાર્મા રોડ પર બે શખ્સો દારૂ પી ઝઘડો કરી રહ્યા છે. જેથી પોલીસે રાજેશભાઇ જયંતીભાઇ પરમાર (રહે. શ્રી ગણેશ ફરાસખાના, તાંદલજા) અને કાલીદાસ સનાભાઇ માળી (રહે. રણજીતનગર, સયાજીગંજ)ને દારૂના નશામાં ઝડપી લીધા હતા.

દર્શન હોટલમાં દારૂ પી ધમાલ કરતા ત્રણ શખ્શ પકડાયા
મકરપુરા પોલીસને કંટ્રોલ રૂમ તરફથી વર્ધી મળી હતી કે, તરસાલી બાયપાસ પાસે આવેલ દર્શન હોટલમાં ત્રણ શખ્સો દારૂ પીને ધમાલ કરે છે. જેના આધારે પોલીસે દારૂના નશામાં રહેતા મિતુલકુમાર રમેશભાઇ ચૌહાણ (રહે. રણછોડપુરા ગામ. તા. ગોધરા. જિ. પંચમહાલ), ધર્મેશભાઇ મહેશભાઇ વાળંદ (રહે. હિંમતનગર, તરસાલી, વડોદરા) અને જૈમિનકુમાર પ્રકાશભાઇ પરમાર (રહે. ચાપરા ગામ. તા. હાલોલ. જિ. પંચમહાલ)ને ઝડપી લીધા હતા.

સયાજીગંજમાં વૃદ્ઘનો આઇફોન-13 ચોરાયો
વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી સુતિર્થ રેસિડેન્સીમાં રહેતા વૃદ્ઘ હરિશભાઇ બાબુભાઇ શાહ શાકભાજી લેવા નિકળ્યા હતા. ત્યારે તેમના ખિસ્સામાં રહેલો આઇફોન-13 કોઇ અજાણ્યો શખ્સ ચોરી ગયો હતો. આ ફોન તેમને તેમના અમેરિકા રહેતા પુત્રએ ભેટમાં આપેલો હતો. મોબાઇલ ચોરી અંગે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

વારસિયામાં દારૂ પી ધમાલ કરતા પતિને પત્નીએ પોલીસ હવાલે કર્યો
વડોદરા શહેરના હરણી સવાદ ક્વાટર્સમાં રહેતી મહિલાએ દારૂ પી ધમાલ કરી રહેલા તેના પતિ કનુજી અજમેરજી ચૌહાણને પોલીસમાં પકડાવી દીધો હતો. પતિ વારંવાર દારૂ પી ઝઘડા કરતા મહિલાએ આખરે આ પગલું ભરવું પડ્યું હતું. જેથી વારસિયા પોલીસે કનજી ચૌહાણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

વાડી વિસ્તારમાં પીધેલા ત્રણ પકડાયા
વડોદરા શહેરના વાડી વિસ્તારમાં પોલીસ જનરલ કોમ્બિંગ પેટ્રોલિંગમાં હતી, ત્યારે ઇદગાહ મેદાન પાસે ત્રણ શખ્સો દારૂના નશામાં બૂમ બરાડા પાડતા નજરે પડ્યા હતા. પોલીસે સુબોદ દુલ્લી રાજવંશી, ચંદ્રકાંત છોટાલાલ સરોજ અને સંજીત રજીન્દા રાજવંશીના બ્રીથ એેનેલાઇઝરથી ચેક કરતા તેઓ દારૂના નશામાં હોવાનું માલૂમ પડ્યું હતું. પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી.