તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રીજી લહેરની તૈયારી:વડોદરામાં કોરોના સંક્રમણના સંભવિત તબક્કાને ધ્યાને રાખીને મેડિકલ સ્ટાફ અને બાળરોગ વિભાગને સાથે રાખી તાલિમ અપાશે

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
તંત્ર દ્વારા બેઠકોનો દોર યોજીને તૈયારીઓ કરવામાં આવી રહી છે - Divya Bhaskar
તંત્ર દ્વારા બેઠકોનો દોર યોજીને તૈયારીઓ કરવામાં આવી રહી છે
  • જિલ્લામાં પણ તૈયારીઓ આદરી દેવામાં આવી છે

કોવિડની સંભવિત ત્રીજી લહેરની ધારણા વ્યકત કરવામાં આવી છે અને આ લહેરમાં બાળકોને ચેપના જોખમનું અનુમાન કરવામાં આવ્યું છે. તેને અનુલક્ષીને વડોદરા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.જેમાં તમામ પ્રકારના સ્ટાફને તાલીમ અને મેડિકલ ઓક્સિજનની વ્યવસ્થા સહિતની બાબતોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેકટરના નેતૃત્વ હેઠળ કોવિડ માટે ખાસ ટાસ્કફોર્સ કાર્યરત છે. જેમાં તબીબી શિક્ષણ સંસ્થાઓના જાહેર આરોગ્યના નિષ્ણાતો, બાળ રોગ અને મેડીસિનના નિષ્ણાતો,અને વરિષ્ઠ તબીબી અઘિકારીઓનો સમાવેશ થાય છે.પૂર્વ તૈયારીઓમાં તેનું વખતોવખત માર્ગદર્શન લેવામાં આવી રહ્યું છે.

7 જૂનથી તાલિમ અપાશે
ત્રીજી લહેરમાં ખાસ કરીને બાળકોને આ રોગ સામે સુરક્ષિત રાખવાના વિશેષ પ્રયાસો માટે ઇન્ડિયન એસોસિએશન ઓફ પિડીયાટ્રીક્સના તજજ્ઞો સાથે પરામર્શ કરીને તબીબો અને આરોગ્ય કર્મચારીઓ માટે વિશેષ તાલીમ સહિત વિવિધ આયોજનોની રૂપરેખા ઘડવામાં આવી છે. આ અંગે જાણકારી આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું કે બાળકોમાં આ રોગના સંભવિત સંક્રમણને અટકાવવા અને સંક્રમિત બાળકોની સારવારની આવશ્યકતાને અનુલક્ષીને જિલ્લાના સરકારી દવાખાનાઓના તબીબી અધિકારીઓ,સ્ટાફ નર્સો,આયુષ સહિત 180થી વધુ ક્ષેત્રીય તબીબો,અને પેરા મેડિકલ સ્ટાફ ને સયાજી,ગોત્રી અને પારુલ સેવાશ્રમ હોસ્પિટલના બાળ રોગ વિભાગ ખાતે તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે 7 મી જૂનથી શરૂ થશે.

ગંભીર દર્દીઓને સરકારી દવાનામાં રિફર કરાશે
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, આ તાલીમબદ્ધ સ્ટાફ જિલ્લાના ગ્રામીણ સરકારી દવાખાનાઓમાં ઓછા ગંભીર લક્ષણો ધરાવતા બાળકોને સ્થાનિક સારવાર આપે અને રોગની ગંભીર અસર જણાતી હોય તેવા બાળકોને વડોદરાના સરકારી દવાખાનામાં રિફર કરે તેવો આશય રાખવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર ના નેતૃત્વ હેઠળ હવે ગ્રામીણ સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સુધી ઓકસીજન કોનસેન્ટ્રેટર અને સિલિન્ડરની વ્યવસ્થા કરવામાં આવી છે. ધારાસભ્યોના અનુદાનો અને સેવા સંસ્થાઓની સહાયતાથી જિલ્લાના કરજણ, ડભોઇ, પાદરા,સાવલી અને મોટા ફોફડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે મેડિકલ ઓકસીજન ઉત્પાદક પ્લાન્ટ અને જરૂરી ઓકસીજન લાઇનો નાંખવાની તજવીજ ની સાથે સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં બાળકો ની સારવાર માટે જરૂરી ઉપકરણો આપવામાં આવ્યા છે.

ઓનલાઈન બેઠકો યોજીને પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
ઓનલાઈન બેઠકો યોજીને પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

ગ્રામ્ય વિસ્તારોમાં પણ તૈયારી
કુપોષિત,જન્મજાત ખોડખાંપણ ધરાવતા બાળકો ને જોખમી શ્રેણીમાં મુકવામાં આવે છે.તકેદારીના પગલાં તરીકે આવા બાળકોની આર.બી.એસ.કે.ટીમ દ્વારા તપાસ અને પોષણ સહિત જરૂરી સારવાર નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સર્વેલન્સ,ઓછા ગંભીર લક્ષણો વાળા માટે તાલુકા કક્ષાએ આઇસોલેસન સેન્ટર શરૂ કરવા,લક્ષણો ધરાવતા બાળકો માટે,તેમની સાથે માતા કે પિતા ને રહેવાની સુવિધા સાથે સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં આઇસોલેસન સેન્ટર જેવી વ્યવસ્થાઓ વિચારવામાં આવી છે.