તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેડિકલ કેમ્પ:વડોદરાના નંદેસરી પોલીસ સ્ટેશનના જવાનો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું, ઇસીજી સહિત તમામ પ્રકારના બ્લડ ટેસ્ટ કરાયા

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ આજે નંદેસરી પોલીસ સ્ટેશનમાં પોલીસ જવાનો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું - Divya Bhaskar
પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ આજે નંદેસરી પોલીસ સ્ટેશનમાં પોલીસ જવાનો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું
  • કેમ્પમાં પોલીસ મથકના તમામ પોલીસ જવાનોએ લાભ લીધો

કોરોનાની મહામારી દરમિયાન વડોદરા શહેર પોલીસ તંત્રના અનેક જવાનો કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા અને કોરોનાના કારણે પોલીસ જવાનોના મોત નીપજ્યાં હતા. આ ઉપરાંત સતત નોકરી કરવાના કારણે પોલીસ જવાનોના ફરજ દરમિયાન હ્રદય રોગનો હુમલો આવવાના કારણે મોત પણ નીપજ્યાં છે. તે સાથે વડોદરા શહેર પોલીસ તંત્રના અનેક પોલીસ જવાનો બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી બિમારી સાથે લઇને નોકરી કરી રહ્યા છે, ત્યારે પોલીસ તંત્રનું આરોગ્ય જળવાઇ રહે તે માટે શહેરના નંદેસરી પોલીસ મથકમાં પોલીસ જવાનો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

પીઆઇએ નંદેસરી પોલીસ સ્ટેશનમાં પોલીસ જવાનો માટે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું
વડોદરા નજીક આવેલ નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં કેમિકલ ઉદ્યોગો આવેલા છે અને કેમિકલ ઉદ્યોગોની વચ્ચે નંદેસરી પોલીસ મથક આવેલું છે. 24 કલાક નંદેસરી વિસ્તાર કેમિકલ ઉદ્યોગોના પ્રદૂષણથી ઘેરાયેલું રહે છે. વધુ પડતાં કેમિકલ પ્રદૂષણના કારણે લોકોને શ્વાસોશ્વાસની પણ તકલિફનો સામનો કરવાનો વખત આવે છે. આવા પ્રદૂષણયુક્ત વિસ્તારમાં નંદેસરી પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો ફરજ બજાવે છે. ત્યારે નંદેસરી પોલીસ સ્ટેશનના પી.આઇ. એ.કે.વડિયાએ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ આજે નંદેસરી પોલીસ સ્ટેશનમાં પોલીસ જવાનો માટે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું.

કેમ્પમાં પોલીસ મથકના તમામ પોલીસ જવાનોએ લાભ લીધો
કેમ્પમાં પોલીસ મથકના તમામ પોલીસ જવાનોએ લાભ લીધો

કેમ્પમાં પોલીસ મથકના તમામ પોલીસ જવાનોએ લાભ લીધો
નંદેસરી પોલીસ સ્ટેશનના પી.આઇ. એ.કે. વડિયાએ જણાવ્યું હતુ કે, પોલીસ જવાનોનું આરોગ્ય સારું રહે તે માટે પોલીસ કમિશનર સતત જાગૃત છે. તેઓ દ્વારા પોલીસ જવાનોના આરોગ્ય માટે ચાર્ટ આપ્યો છે. જે ચાર્ટ મુજબ જે.સી.પી. કોરડીયા અને ડીસીપી દિપક મેઘાણીના માર્ગદર્શન હેઠળ બુધવારે નંદેસરી પોલીસ સ્ટેશનમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નંદેસરી પોલીસ મથકમાં આયોજીત આ મેડિકલ કેમ્પ ડો. પી.સી. જૈન દ્વારા નિઃશુલ્ક કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં પોલીસ મથકના તમામ પોલીસ જવાનોએ લાભ લીધો હતો.

પીઆઇએ નંદેસરી પોલીસ સ્ટેશનમાં પોલીસ જવાનો માટે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું
પીઆઇએ નંદેસરી પોલીસ સ્ટેશનમાં પોલીસ જવાનો માટે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું

કેમિકલ કંપનીઓ હોવાના કારણે જવાનોના ફેંફસાને નુકસાન પહોંચતું હોય છે
નંદેસરી પોલીસ મથકમાં મેડિકલ કેમ્પનું આયોજન કરનાર સિનીયર ઇન્ડસ્ટ્રીયલ ફિઝીશીયલ ડો. પી.સી. જૈને જણાવ્યું હતું કે, નંદેશરી પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ જવાનો દિવસ-રાત પ્રજાની રક્ષા કરે છે, ત્યારે તેઓનું આરોગ્યની ચિંતા કરીને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં પોલીસ કમિશનરની ગાઇડલાઇન મુજબ પોલીસ જવાનોનું ક્લિનીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં કેમિકલ કંપનીઓ હોવાના કારણે પોલીસ જવાનોના ફેંફસાને નુકસાન પહોંચતું હોય છે. જેથી પોલીસ જવાનોનું ઇ.સી.જી. પણ કરવામાં આવ્યું હતું. તેમજ તમામ પ્રકારના બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...