કથળેલી સિસ્ટમ:MComના વિદ્યાર્થી વૈકલ્પિક વિષયો પસંદ નથી કરી શકતા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના એક્ઝામ પોર્ટલમાં ફરી છબરડા
  • લિન્ક ઓપન ન થવા સહિતની સમસ્યાઓથી વિદ્યાર્થીઓ ત્રસ્ત

એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ફરી છબરડા સર્જાયા છે. એક્ઝામ પોર્ટલની ખામીના પગલે એમ.કોમમાં વિદ્યાર્થીઓ વૈકલ્પિક વિષયો પસંદ કરી શકતા નથી. લિંક ઓપન નહીં થવા સહિતની સમસ્યાઓ ઉભી થઈ છે. એમકોમ પ્રીવયીસમાં 2500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં અભ્યાસ શરૂ થયાને ત્રણ મહિના થઈ ગયા છે પરંતુ હજુ સુધી વિદ્યાર્થીઓને બે વૈકલ્પિક વિષયો ઇન્ટર ડિસિપ્લિનરી ઇલેક્ટીવ અને ઓપ્શન ઇલેક્ટીવ પસંદ કરવાના બાકી છે. કુલ ચાર વિષયોમાંથી બે વિષયની પસંદગી કરવાની છે જેના માટે કોમ્પ્યુટર સેન્ટર દ્વારા બનાવાએલા નવા એકઝામ પોર્ટલથી લિંક મોકલવામાં આવી છે.

પરંતુ તેમાં ગંભીર પ્રકારના છબરડા હોવાનું બહાર આવ્યું છે. જેના કારણે વિદ્યાર્થીઓ વિષય પસંદગી કરી શકતા નથી. ઘણા વિદ્યાર્થીઓ આ લીંક ખોલી શક્યા નથી. જે વિદ્યાર્થીઓની લીંક ઓપન થાય છે તેને વિષયો દેખાતા નથી તેવી ફરિયાદ ઉઠી છે. જે વિદ્યાર્થીઓન વિષયની પસંદગી થઈ શકતી નથી અને જો વિદ્યાર્થીઓના વિષયની પસંદગી થઈ જાય તો તે સિલેક્ટ થઈ શકતા નથી.

5 પ્રકારની ખામીઓને પગલે વિદ્યાર્થીઓ દિવાળી વેકેશનમાં પણ વિષય પસંદગીની પ્રક્રિયા કરી શકી રહ્યા નથી. દિવાળી વેકેશન બાદ જ આ સમસ્યાનો ઉકેલ આવે તેવી શક્યતાઓ છે જેથી વિદ્યાર્થીઓને વિષય પસંદ કરવામાં મોડું થશે. જેના કારણે દિવાળી વેકેશનમાં વિદ્યાર્થીઓ વિષય પસંદ કરી શકશે નહિ. એમકોમમાં 2500 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધા છે અને 3 મહિના પછી પણ ઓપ્શનલ વિષયો સીલેકટ કરી શકયા નથી.

કોમર્સ ફેકલ્ટી સત્તાધીશો દ્વારા એમકોમની કાર્યવાહીમાં વિલંબ કર્યો હતો. જેના પગલે 3 મહિના પછી એમકોમ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે ત્યારબાદ વૈકલ્પિક વિષયો પસંદ કરવાની પ્રક્રિયામાં પણ વિલંબ કરવામાં આવ્યો અને દિવાળી વેકેશન શરૂ થઇ ગયું. વિદ્યાર્થીઓને દિવાળી વેકેશનમાં વૈકલ્પિક વિષયો માટે લીન્ક મોકલાવાનો વારો આવ્યો હતો.

વિદ્યાર્થીઓ આ 5 પ્રકારની સમસ્યાઓને પગલે તેમના વિષય પસંદ કરી શકતા નથી

  • ઘણા વિદ્યાર્થીઓની લીન્ક ઓપન જ થઇ રહી નથી.
  • લીન્ક ઓપન થાય તો ઓપ્શન દેખાતા નથી
  • લીન્ક ઓપન થાય અને 4 વિષયની જગ્યાએ એક,બે કે ત્રણ ઓપ્શન જ દેખાય છે
  • લીન્ક ઓપન થાય 4 ઓપ્શન દેખાય તો પણ વિષયો સીલેકટ કરી શકાતા નથી
  • લીન્ક ઓપન થાય વિષય પણ સીલેકટ થઇ જાય પણ સબીમીટ થઇ શકતા નથી.
અન્ય સમાચારો પણ છે...