તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યાનો પ્રયાસ:બરોડા મેડિકલ કોલેજમાં ભણતા MBBSના વિદ્યાર્થીએ ઊંઘની ગોળીઓ ખાધી, સયાજી હોસ્પિટલમાં ખસેડાયો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અમદાવાદનો યુવક કોઠી રોડ પર મેડિકલ હોસ્ટેલમાં રહેતો હતો
  • રૂમ પાર્ટનર સહિતના વિદ્યાર્થીઓએ સયાજીમાં ખસેડ્યો
  • વિદ્યાર્થી કયા કારણોસર પગલું ભર્યું તે અંગે તપાસ શરૂ

બરોડા મેડિકલ કોલેજના એમબીબીએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કોઠી રોડ પર આવેલી ન્યૂ યુજી મેડિકલ હોસ્ટેલમાં અગમ્ય કારણોસર એક સાથે 10 થી 15 જેટલી ઊંઘની ગોળીઓ ખાઈ લીધી હતી. વિદ્યાર્થીને બેભાન અવસ્થામાં રૂમમાં પડેલો જોતાં અન્ય વિદ્યાર્થીઓ દ્વારા તેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની તબિયત સ્ટેબલ હોવાનું જાણવા મળ્યું છે. જોકે વિદ્યાર્થીએ કયા કારણોસર આ પગલું ભર્યું હતું, તેની પોલીસ તપાસ કરી રહી છે.

આ બનાવ અંગે પોલીસના જણાવ્યાનુસાર મૂળ અમદાવાદનો ભરત ગિરીશ રાઠવા બરોડા મેડિકલ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તે એમબીબીએસના અભ્યાસ દરમિયાન શહેરના રાવપુરા કોઠી વિસ્તારમાં આવેલી મેડિકલ કોલેજની ન્યૂ યુજી મેડિકલ હોસ્ટેલમાં રહે છે. શનિવારના રોજ તેમના રૂમ પાર્ટનર સયાજી હોસ્પિટલમાં લાઇબ્રેરીમાં ગયા હતા, તે સમયે ભરત ખારવા તેના રૂમમાં એકલો હતો.

દરમિયાન ભરત ખારવાએ રહસ્યમય સંજોગોમાં 10થી 15 જેટલી ઘેનની ગોળીઓ ખાઈ લીધી હતી. રૂમ પાર્ટનર સહિત ત્યાં બીજા રૂમમાં રહેતા વિદ્યાર્થીઓએ રૂમ પર પરત આવી જોતાં ભરત ખારવાને બેભાન જેવી હાલતમાં તેના બેડ પર પડેલો હતો. ભરત ખારવાને આવી હાલતમાં જોતાં રૂમાં હાજર અન્ય વિદ્યાર્થીઓ દ્વારા તેની પ્રાથમિક તપાસ કર્યા બાદ તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબોએ તપાસ કરતાં તેની હાલત સ્ટેબલ હોવાનું જાણવા મળ્યું હતું.

આ ઘટનાની જાણ રાવપુરા પોલીસને થતાં પોલીસ સયાજી હોસ્પિટલ ખાતે પહોંચી હતી. પોલીસ દ્વારા વિદ્યાર્થી ભરત ખારવાએ કેમ પગલું ભર્યું હતું તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે.