તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિંદગીનો અંતિમ વીડિયો:'મેં તને ટ્રુ લવ કર્યો, તે દગો આપ્યો, બાય, લવ યુ સો મચ' રડતા રડતા વીડિયો ઉતારી બાલાશિનોરના MBBSના વિદ્યાર્થીનો આપઘાત

વડોદરા9 દિવસ પહેલા
બાલસિનોરના MBBSના વિદ્યાર્થીએ અંતિમ વીડિયો બનાવી નર્મદા કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો
  • ફિલિપાઇન્સમાં અભ્યાસ કરતા યુવકને ઘરે આવ્યા બાદ ખબર પડી કે, તેની પ્રેમિકાનું કોઈ અન્ય યુવક સાથે પ્રેમ પ્રકરણ ચાલે છે
  • 11 સેકન્ડનો વીડિયો ઉતારીને વિદ્યાર્થીએ નર્મદા કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો

મહીસાગર જિલ્લાના બાલસિનોરના MBBSના વિદ્યાર્થીએ અંતિમ વીડિયો બનાવી નર્મદા કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો. જોકે, આપઘાત કરતા પહેલાં વિદ્યાર્થીએ રડતાં રડતાં અંતિમ વીડિયો બનાવ્યો હતો. જેમાં તેને જણાવ્યું હતું કે 'મેં તને ટ્રુ લવ કર્યો, તે મને દગો આપ્યો, બાય લવ યુ સો મચ' તેમ કહીને વિદ્યાર્થીએ કેનાલમાં ઝંપલાવી દીધું હતું. જેમાં વિદ્યાર્થીનું મોત થયું હતું. મૃતક વિદ્યાર્થીના પરિવારે આ મામલે બાલાસિનોરના સેવાલિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વિદ્યાર્થીએ સાચા પ્રેમની વેદના સાથે કેનાલમાં ઝંપલાવતા પહેલાં વીડિયો બનાવ્યો
મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરની મહાલક્ષ્મી સોસાયટીમાં રહેતા શિક્ષક સુરેશ ભાઈનો એકનો એક દીકરો હર્ષિલ ફિલિપાઈન્સમાં MBBSનો અભ્યાસ કરતો હતો અને રજાઓ હોવાથી છેલ્લા કેટલાક દિવસોથી હર્ષિલ વતન બાલાસિનોરમાં આવ્યો હતો. હર્ષિલને 5 એપ્રિલના રોજ પ્રેમમાં દગો મળ્યો હોવાથી સાચા પ્રેમની વેદના સાથે કેનાલમાં ઝંપલાવતા પહેલાં વીડિયો બનાવ્યો હતો અને તેના મિત્ર વર્તૂળમાં મોકલીને ગળતેશ્વર ગામ ખાતે આવેલી નર્મદા કેનાલમાં ઝંપલાવીને તેણે મોતને વ્હાલું કર્યું હતું.

11 સેકન્ડનો વીડિયો ઉતારીને વિદ્યાર્થીએ નર્મદા કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો
11 સેકન્ડનો વીડિયો ઉતારીને વિદ્યાર્થીએ નર્મદા કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો

દીકરાનાં મૃતદેહને જોતા પરિવારજનોએ હૈયાફાટ રુદન કર્યું
બે દિવસ બાદ હર્ષિલનો મૃતદેહ મળી આવતા એકના એક દીકરાનાં મૃતદેહને જોતા પરિવારજનોએ હૈયાફાટ રુદન કર્યું હતું અને સમગ્ર બાલાસિનોર નગરમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. મૃતક હર્ષિલના માતા-પિતાએ સેવાલીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સેવાલીયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

હર્ષિલે પોતના મિત્રોને વીડિયો મોકલીને અલવિદા કરી
મૃતક હર્ષિલે નર્મદા કેનાલમાં ઝંપલાવતાં પહેલાં પ્રેમિકાને પોતાના સાચા પ્રેમની વેદનાના સંભળાવતા જણાવ્યું હતું કે 'બાય, લવ યુ, સો મચ, મેં તને સાચો પ્રેમ કર્યો હતો પણ તે મને દગો આપ્યો. એક વર્ષ થી તારો બીજા જોડે સબંધ છે તે મને કહ્યું પણ નહીં' આમ પ્રેમમાં પગી ભાંગી પડેલા હર્ષિલે પોતાના સાચા પ્રેમની વેદના સાથે 11 સેકન્ડનો વીડિયો બનાવી પોતાના મિત્ર વર્તુળમાં વીડિયો મોકલીને જિંદગીને અલવિદા કહી ગયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો