તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:મયુદ્દીન પઠાણ સગીરાને લઇ રાવલિયા ગયો હતો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફતેપુરાનો આરોપી 2 દિવસના રિમાન્ડ પર
  • પોલીસ તપાસ માટે બાસ્કા પાસેના રાવલિયા જશે

શહેરના કારેલીબાગ વિસ્તારમાં મુસ્લિમ યુવક મયુદ્દીન હિન્દુ સગીરાનું અપહરણ કરી તેને પાવાગઢ અને બાસ્કા નજીક રાવલિયા ગામે લઈ ગયો હતો. રાવલિયામાં તેના સગાને ત્યાં રોકાયો હતો. પોલીસે તેના કોર્ટમાંથી 2 દિવસના રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કારેલીબાગ વિસ્તારમાં રહેતી હિન્દુ સગીરાને ફતેપુરા ભાંડવાડામાં રહેતો 23 વર્ષનો મયુદ્દીન ઉર્ફે મયુર પઠાણ લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી લઈ ગયો હતો. તે વડોદરાથી મોડી રાતે તેને લઈ જઈ પાવાગઢ અને બાસ્કા ફર્યો હતો. ત્યાં તેણે સગીરા પર અવાર-નવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. કારેલીબાગ પોલીસે તેઓને ઝડપી પાડી સગીરાને પરિવારને હવાલે કરી હતી. પોલીસે મયુદ્દીન ઉર્ફે મયુર પઠાણની અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે પાવાગઢ ઉપરાંત બાસ્કા નજીક આવેલા રાવલિયા ગામે તેના સગાને ત્યાં રોકાણ કર્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસે રવિવારે તેને કોર્ટમાં રજૂ કરી તેના 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસ આ બાબતે તપાસ કરવા માટે રાવલિયા જવા રવાના થશે.

આરોપીને રાવલિયા લઈ જઇ પોલીસે તપાસને વેગીલી બનાવાઇ છે.રાવલિયામાં આરોપીને આશરો આપનાર સગાની પણ પુછપરછ કરી પોલીસ તપાસના વિવિધ મુદાઓના પાસાં પણ ચકાસશે.

અન્ય સમાચારો પણ છે...