સંકલ્પ દિવસ:વડોદરાના કમાટીબાગમાં મેયરે ડૉ. બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી, મેવાણી પણ આવશે

વડોદરા11 દિવસ પહેલા
સંકલ્પ ભૂમી ખાતે બાબા સાહેબની પ્રતિમાને મેયરે પુષ્પાંજલી અર્પણ કરી.

સંકલ્પ દિવસ નિમિત્તે આજે કમાટીબાગ ખાતે મેયરે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, જીજ્ઞેશ મેવાણી સહિતના નેતાઓ પણ આજે અહીં પુષ્પાંજલી આપવા આવશે.

દલિતોના ઉત્થાન માટે સંકલ્પ કર્યો હતો
વડોદરાના મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે, બાબા સાહેબ આંબેકડરને નોકરીમાં જે અનુભવો થયા તે પછી જ્યારે વડોદરા છોડી મુંબઇ તરફ રવાના થતાં હતા ત્યારે ટ્રેન મોડી પડી હતી. જેથી ડૉ. બાબા સાહેબ આંબેડકર કમાટીબાગમાં બેઠા અને તેમણે મનોમંથન તેમજ ચિંતન કર્યું એ ભારત દેશના લાખો ગરીબોના જીવનમાં બદલાવનું કારણ બન્યું. તેમણે જે સંકલ્પ લીધો કે ગરીબોના ઉત્થાન માટે બાકીનું જીવન હું લગાવી દઇશ, દલિતોને આગળ વધારવા માટે જીવનભર કામ કરીશ.જો પોતે આટલા ભણેલા હોય છતાં તેમની સાથે આવો વ્યવહાર થતો હોય તો જે ભણેલો વર્ગ નથી તેમની સાથે કેટલો અન્યાય થતો હશે? આ વિચાર, આ સંકલ્પ સાથે જ્યારે તેઓ આગળ વધ્યા. આ સંકલ્પ બાબા સાહેબે કમાટીબાગમાં લીધો હતો. કમાટીબાગની આ જગ્યાને સંકલ્પ ભૂમી તરીકે ઓળખવામાં આવે છે. તેમજ આ દિવસને સંકલ્પ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આ પૃથ્વી પરનો એક ધર્મ છે એ છે માનવતા.

અત્રે ઉલ્લેખનીય કે કમાટીબાગ ખાતે પુષ્પાંજલી અર્પણ કરવા માટે વડગામના ધારાસભ્ય જીજ્ઞેસ મેવાણી પર આવવાના છે. તેમજ કોંગ્રેસના નેતાઓ પણ સાથે હશે.

અન્ય સમાચારો પણ છે...