• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Mayor And MP Oversees Drilling, Fencing And Leveling Work To Allot Land To Pastoralists To Free Vadodara From Stray Cattle Harassment

મુલાકાત:વડોદરાને રખડતા ઢોરોના ત્રાસમાંથી મુક્ત કરવા પશુપાલકોને જમીન ફાળવવા કવાયત, ફેન્સિંગ અને લેવલિંગની કામગીરીનું મેયર અને સાંસદે નિરીક્ષણ કર્યું

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક

વડોદરા શહેરના માર્ગો પર રખડતા ઢોરોના ત્રાસમાંથી મુક્ત કરવા પશુપાલકોને ખટંબા ખાતે આવેલી જમીન ફાળવવા માટે તંત્રએ કવાયત હાથ ધરી છે. જમીન ઉપર ચાલી રહેલી ફેન્સિંગ અને લેવલિંગની કામગીરીનું મેયર તથા સાંસદે નિરીક્ષણ કર્યું હતું.

મેયર કેયુર રોકડીયાએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરના ચાર ઝોનમાં 7-8 વર્ષ પહેલાં ખટંબા, જામ્બુવા, કરોડિયા અને છાણી એમ 4 ભાગમાં કલેક્ટર દ્વારા જમીન ફાળવવામાં આવી હતી. જેમાં આ પશુઓનું શિફ્ટિંગ કરી શકાય અથવા તો તેઓને કેવી રીતે આ જમીન ફાળવી શકાય. આજે સ્થળની મુલાકાત લેવામાં આવી હતી. અને કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

વડોદરા શહેરના માર્ગો ઉપર રખડતા ઢોરોની સંખ્યામાં વધારો થઇ જતાં, અને રખડતી ગાયો રાહદારીઓ માટે જીવલેણ પુરવાર થતાં તંત્ર શહેરને ઢોરમુક્ત કરવા માટે અભિયાન શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં કર્પોરેશન દ્વારા 500 ઉપરાંત ગાયોને ડબ્બામાં પુરવામાં આવી છે. અને દંડ પણ વસુલ કરવામાં આવ્યો છે. તે સાથે અનેક પશુપાલકો સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે.

આજે મેયર કેયુર રોકડિયા, સાંસદ રંજનબેન ભટ્ટ તથા કોર્પોરેશનના અધિકારીઓ આજે ખટંબા પશુપાલકો માટે ફાળવેલી જમીનનું ફેન્સિંગ અને લેવલિંગની કામગીરી ચકાસવા પહોંચ્યા હતા. એક લાખ ચોરસ ફૂટ જગ્યામાં 2000 જેટલા પશુ રાખી શકાશે. પોતાના પશુ અહીં શિફ્ટ કરતાં પશુપાલકોને પૂરતી સુવિધા પાલિકા પૂરી પાડશે. કેટલાક પશુપાલકોએ જગ્યા મળે તો પશુ શિફ્ટ કરવાની તૈયારી દર્શાવી છે. તેમ મેયરે વધુમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...