વાકયુદ્ધ:કોંગી નેતા હાર્દિકની બહેનના લગ્નની જવાબદારી મયંક પટેલે સ્વીકારી હતી

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિકાસને શોધતા મયંક પટેલનો કોંગ્રેસ સાથે સીધો સંબંધ: મંત્રી રાજેન્દ્ર િત્રવેદી
 • ​​​​​​​કોઈ એક વ્યક્તિ કાંઈ પણ આક્ષેપો કરે તેના માટે અમારે જવાબ આપવાનો ન હોય

વડોદરાના ક્રેડાઈ પ્રમુખ અને સેનેટ સભ્ય મયંક પટેલ દ્વારા સોશિયલ મીડિયામાં વડોદરા માંગે છે હિસાબ! ક્યાં છે વડોદરાનો વિકાસ? પોસ્ટ મુક્યા બાદ વિવાદ શરૂ થયો છે. શનિવારે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને પત્રકાર પરિષદમાં શહેરના વિકાસનો હિસાબ માંગનાર મયંક પટેલ અંગે પ્રશ્ન પૂછતા તેમણે જણાવ્યું હતું કે,‘મને ખબર નથી કે આ મયંક પટેલ કોણ છે? કઈ પાર્ટીના છે? કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની બહેનના લગ્નની જવાબદારી તેમને સ્વીકારી હતી.તે કોંગ્રેસના લોકો સાથે ફરતા હતાં. તેમણે કોંગ્રેસ સાથે સીધો સંબંધ છે.

કોઈ એક વ્યક્તિ કાંઈ પણ કહે તેના માટે અમારે જવાબ આપવાનો ન હોય. કારણ કે, ગુજરાતનો વિકાસ જે કક્ષાએ થયો છે કે વારંવાર લોકો ભાજપને જ ચૂંટીને લાવે છે. ઉલ્લેખનિય છે કે, બુધવારે મયંક પટેલની પોસ્ટ બાદ ગુરુવારે મહેસૂલ મંત્રીએ નિવેદન આપ્યું હતું કે,‘એ (મયંક પટેલ) નાનો માણસ છે. કોઈ આક્ષેપ કરે તેના બધાના જવાબ આપવાના ના હોય. તેના વ્યક્તિગત સ્વાર્થને કારણે એવા આક્ષેપ કરી રહ્યો છે. ગેંડા સર્કલ બ્રિજનું કામ રૂા.120 કરોડની ગ્રાંટ અંગે તેમણે જણાવ્યું હતું કે, કોઈ એક વ્યક્તિ (મયંક પટેલ) જેનો સીધો સંબંધ કોંગ્રેસ સાથે છે. તેના શબ્દો લોકોના શબ્દો નથી.વિકાસની વાતનો પ્રશ્ન નથી.વાત સાચી છે કે,બ્રિજ અધુરો છે. આ મુદ્દા માટે ચોક્કસ હકારાત્મક રીતે વિચારીશું.

હું ભાજપનો સક્રિય સભ્ય છું

મયંક પટેલ, ક્રેડાઈ પ્રમુખ
મયંક પટેલ, ક્રેડાઈ પ્રમુખ
 • પ્રશ્ન : તમે ભાજપ પક્ષના સભ્ય છો ?
 • જવાબ : મને જ્યારથી મતાધિકાર મળ્યો ત્યારથી ભાજપનો અને મોદીનો સપોર્ટર રહ્યો છું. હું ભાજપનો સક્રિય સભ્ય છું.
 • રાજેન્દ્રભાઈના નિવેદન ‘ આ મયંક પટેલ કોણ છે,કઈ પાર્ટીના છે’ અંગે શું કહેશો ?
 • વ્યક્તિગત રીતે તે મને ન પણ ઓળખતા હોય, તેમાં હું કાંઈ ન કહી શકું. મારી રજૂઆત ક્રેડાઈના પ્રમુખ તરીકે હતી, નહીં કે મયંક પટેલ તરીકે.
 • તમે હાર્દિક પટેલની બહેનના લગ્નમાં શું જવાબદારી સ્વિકારી હતી ?
 • રાજેન્દ્રભાઈને કોઈ ગેરસમજ થઈ હશે. કોંગી નેતા હાર્દિક પટેલની બહેનના લગ્નમાં મને જે તે સમયના કાનમ પાટીદાર સમાજના મંત્રી, સરદારધામના સ્થાપક ટ્રસ્ટી તરીકે આમંત્રણ મળ્યું હતું. આ ઉપરાંત વેવાઈ પક્ષે પણ સંબંધના કારણે હું લગ્નમાં ગયો હતો અને માત્ર 5 મિનિટ રોકાયો હતો.
 • તમારા કોંગ્રેસના નેતાઓ સાથે ફોટા છે તે અંગે શું કહેશો ?
 • કોંગ્રેસ કે ભાજપ દરેક પાર્ટીમાં મિત્રો તો હોય જ. કોઈ સારા-નરસા પ્રસંગે ગયા હોઇ તો કોઈએ ફોટા પાડ્યા હશે. કોંગ્રેસના નેતા અક્ષય પટેલ હવે ભાજપમાં છે,અને તે મારા સંબંધી છે તો તેમની સાથે પણ મારા ફોટા છે.
અન્ય સમાચારો પણ છે...