વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ:શહેરમાં 5 જાન્યુઆરીથી 2 દિવસ ફરી માવઠાની વકી

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલ પૂરતી ઠંડીની તીવ્રતા ઘટી
  • વાદળો છવાતાં આજે પણ ઠંડીની અસર ઓછી વર્તાશે

રાજ્યમાં ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે 5 થી 7 જાન્યુઆરીના રોજ વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પગલે ઠંડી ઓછી થઈ છે. સોમવારથી વાતાવરણમાં વાદળો નજરે ચઢ્યાં હતાં. શહેરમાં વરસાદી છાંટા પડે તેવી સંભાવના છે. મંગળવારે ઠંડીનો પારો 17 ડિગ્રીની આસપાસ રહે તેવી સંભાવના છે.

ઉલ્લેખનિય છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે 2 ડિસેમ્બરે 20 કિમીની ઝડપે પવનો ફૂંકાયા બાદ અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. જેને પગલે પારો 12 ડિગ્રી ગગડ્યો હતો. ઉપરાંત 28 ડિસેમ્બરે મહત્તમ તાપમાન 6.9 ડિગ્રી ગગડી ગયું હતું અને વરસાદી છાંટા પડ્યા હતા. શહેરમાં સોમવારે મહત્તમ તાપમાન 29.8 ડિગ્રી અને લઘુતમ તાપમાન 17.2 ડિગ્રી નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...