ભાસ્કર ઈનસાઈટ:શોષણનો ભોગ બનેલી વડોદરાની પ્રેમિકાએ DGPને કહ્યું, ‘મારી પુત્રી અને પોલીસ અધિકારીના DNA મેચ કરો’

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પીડિત મહિલા - Divya Bhaskar
પીડિત મહિલા
  • શારીરિક શોષણ કર્યાની પિડીતાની રાજ્ય પોલીસ વડાને ઇમેલથી ફરિયાદ
  • પીડિતાએ દિવ્ય ભાસ્કર સમક્ષ પ્રેમ કહાણીની રજેરજ ભારે હૈયે વર્ણવી
  • ‘મને કહ્યું, તું સાચો પ્રેમ કરતી હોય તો મારું એક બાળક આપ, મેં 10થી 12 મહિલાઓને તેમના ઘરમાંથી પકડી હતી...’ પ્રેમિકા

રાજ્યભરના પોલીસ બેડામાં ભારે ચકચારી બનેલા પોલીસ અધિકારી દ્વારા મહિલાના શારીરિક શોષણના મામલામાં ભોગ બનેલી મહિલાએ દિવ્ય ભાસ્કર સમક્ષ સમગ્ર પ્રેમ કહાનીની રજેરજ ભારે હૈયે જણાવી હતી. ન્યાયની લડતમાં મદદની માંગ કરી હતી. પ્રેમ સંબંધના પરિણામ રૂપે તેને એક પુત્રી છે. એવો દાવો મહિલાએ કરી ડીજીપી સમક્ષ કરેલી ફરિયાદમાં શારીરિક શોષણ થયું હોવાનુ જણાવી પુત્રી અને પોલીસ અધિકારીના ડીએનએ મેચ કરાવવાની માંગ કરી છે. હાલમાં વડોદરા ખાતે પશ્ચિમ વિસ્તારમાં ફરજ બજાવતા ઉચ્ચ પોલીસ અધિકારી અમદાવાદમાં 2004માં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે બંને વચ્ચે પ્રેમ સબંધની શરૂઆત થઈ હોવાનું મહિલાએ જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કરના રિપોર્ટર નિરજ પટેલ સાથે મહિલાની થયેલી વાતચીત અનુસાર
કાકાને ત્યાં જમવા આવેલા પીએસઆઈને હું ગમી જતા મને કાકાની દીકરી દ્વારા ફ્રેન્ડ શિપની ઓફર કરી હતી. જેના જવાબમા મેં એમ કીધું હતું કે તમે સમજો છો એવી હું નથી. મહત્વની વાત તો એ છે કે એ સમયે પોલીસ અધિકારી અને હું બન્ને પરિણીત હતા. પરંતુ હું ઉત્તર ગુજરાતના એવા વિસ્તારમાંથી આવું છું જ્યાં નાનપણમાં જ લગ્ન થઈ જાય છે. મારા પતિને હું પસંદ ન હતી એટલે એ મારાથી દુર જ રહેતા હતા. માત્ર બોલચાલનો અને એક ઘરમાં રહેવાનો નામ પૂરતો જ સંબંધ હતો. જ્યારે પોલીસ અધિકારીના પત્ની પણ અમદાવાદથી દુર એક ગામમાં સરકારી નોકરી કરતા હોવાથી એ ત્યાં એકલા રહેતા હતા અને પોલીસ અધિકારી અહીં અમદાવાદમાં એકલા રહેતા હતા.

ડીજીપીના સત્તાવાર ઇમેલ આઇડી પર મહિલાએ શારિરીક શોષણ કરનાર અધિકારી સામે કાર્યવાહીની માંગણી કરી છે.
ડીજીપીના સત્તાવાર ઇમેલ આઇડી પર મહિલાએ શારિરીક શોષણ કરનાર અધિકારી સામે કાર્યવાહીની માંગણી કરી છે.

વારંવાર ફોન ઉપર વાત થતા બંને વચ્ચે પ્રેમ પાંગર્યો
કાકાની દીકરીના મોબાઈલ ફોન ઉપર વારંવાર ફોન ઉપર વાત થયા પછી હું પણ પોલીસ અધિકારી તરફ આકર્ષાઇ હતી અને ફ્રેન્ડશિપનો પ્રસ્તાવ સ્વીકાર્યો હતો. અમારા સંબંધોની શરૂઆત થઈ હતી. સરકારે આપેલા આવાસમાં અમારી મુલાકાતો શરૂ થઈ હતી અને એકલા રેહતા હોવાથી હું રોજ એમના ઘરે જઈને પોલીસ અધિકારીના કપડા ધોવાથી માંડી બધું જ કામ કરતી હતી. અમારી વચ્ચે શારીરિક સંબંધોની શરૂઆત થઈ હતી. મારા પતિને પણ આ સંબંધોની જાણ હતી. પરંતુ પતિને મારી જોડે કોઈ સંબંધ રાખવા જ નહીં હોવાથી અજાણ હોય એવું વર્તન કરતા હતા. દરમિયાન પોલીસ અધિકારીની બદલી અમદાવાદ નજીકના એક તાલુકા મથક પર થઈ ત્યાં પણ એમને મળેલા પોલીસ ક્વાર્ટરમાં હું અઠવાડિયામાં 2થી 3 વાર જતી હતી અને અમે પતિ પત્નીની જેમ જ રહેતા હતા. તેમણે મને કહ્યું હતું કે, તું મને સાચો પ્રેમ કરતી હોય તો મારું એક બાળક આપ.

પોલીસ અધિકારીનું છોકરીની ઉંમરની યુવતી સાથે લફરું
બાદમાં પોલીસ અધિકારીનું પ્રમોશન થયું હતું અને પી આઇ બન્યા હતા, ત્યાંથી બીજા તાલુકા કક્ષાના ઉત્તર ગુજરાતના ગામે બદલી થઈ હતી. ત્યાં પણ હું જતી હતી. વચ્ચે વચ્ચે પોલીસ અધિકારી એમની પત્નીને મળવા પણ જતા હતા. પણ અમારો સંબંધ ચાલતો હતો. પીઆઇ તરીકે પોલીસ અધિકારીની બદલી અમદાવાદ થતા જ તેમણે મારાથી દુર રહેવાના પ્રયત્ન શરૂ કર્યા હતા. એ જે પોલીસ મથકમાં પી આઇ હતા એ વિસ્તારની એક બુટલેગર યુવતી સાથે એમનું ચકકર શરૂ થયું હતું. એની મને જાણ થતાં છોકરીની ઉંમરની યુવતી સાથે લફરું કરતા શરમ નથી આવતી એવું કહીંને એમને રોકવાનો પ્રયત્ન કરતી હતી. મેં તેમના ઘરમાંથી 10થી 12 મહિલાઓને પકડી હતી. બૂટલેગર યુવતી પોલીસ મથકમાં આવી જવાનો ઉપર પીઆઇની પત્નીની જેમ ઓર્ડર કરતી હતી.

ડીજીપીને કરેલા ઇમેલ સાથે હસ્ત લીખિત ફરિયાદમાં પોતાની દિકરી અને પોલીસ અધિકારીના DNA ટેસ્ટની માંગણી કરી છે.
ડીજીપીને કરેલા ઇમેલ સાથે હસ્ત લીખિત ફરિયાદમાં પોતાની દિકરી અને પોલીસ અધિકારીના DNA ટેસ્ટની માંગણી કરી છે.

નવી પ્રેમિકાને જૂના સંબધોની જાણ થતાં હુમલો કર્યો
પોલીસ અધિકારીને વશમાં કરી લીધા બાદ નવી પ્રેમિકાને અમારા જૂના સંબધો હોવાની જાણ થતાં એ મારી પાછળ પડી હતી. પરંતુ એ પહેલા હું એ પોલીસ અધિકારી થકી એક પુત્રીની માં બની ચૂકી હતી. એની જાણ થયા બાદ યુવતી મારી ઘરે ગુંડાઓ લઈને આવી પહોંચી હતી, તોડફોડ કરી મારી ઉપર હુમલો કર્યો હતો. બાદમાં એણે મારી ઉપર ખોટી ફરિયાદ કરી હતી અને પોલીસે મારી ફરિયાદ લીધી ન હતી. પોલીસ અધિકારીનું ફરી ડીવાયએસપીનું પ્રમોશન આવતાં જ એમની બદલી વડોદરા થઈ હતી. એમની નવી પ્રેમિકાની કરતૂતો અને ફરિયાદ અંગે વાત કરતા એમણે મને સમજાવવા વડોદરા સર્કિટ હાઉસ ખાતે બોલાવી હતી. જ્યાં પણ એમને મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.

ડીએનએ ટેસ્ટ કરવા અને શારીરિક શોષણ બદલ પગલાં લેવા માંગ
બીજી વાર મને સર્કિટ હાઉસ સામેની હોટલમાં લઈ ગયા હતા. નવી પ્રેમિકાને છોડી મારી સામેની ખોટી ફરિયાદો રદ કરાવવા મેં જીદ ચાલુ રાખતાં એમણે મને મોબાઈલ ફોન અને વોટ્સ એપમાં બ્લોક કરી દીધી હતી. બીજાના ફોનથી ફોન કરું તો ધમકાવતા હતા એટલે ના છૂટકે મારે એમની સામે ડીજીપીને ફરિયાદ કરવી પડી છે અને અમારા સંબંધોના પુરાવા એવી પુત્રી અને પોલીસ અધિકારીના ડીએનએ ટેસ્ટ કરવાની માંગ ઉપરાંત મારા શારીરિક શોષણ બદલ પોલીસ અધિકારી સામે પગલાં લેવા માંગ કરી છે.

મહિલાએ 100 ઓડિયો ક્લિપ પુરાવા રૂપે આપી
પોલીસ અધિકારી દ્વારા શારીરિક શોષણ અંગેની ડીજીપીને ફરિયાદ કરનાર મહિલા સાથેની વાતચીતની અગાઉ 4 ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી. જેમાંથી 2 ક્લિપના અંશો પ્રકાશિત કરાયા હતા. પીડિતાએ બુધવારે દિવ્ય ભાસ્કરને પોલીસ અિધકારીની તેની સાથે થયેલી વાતચીતની 100 જેટલી ઓડિયો ક્લિપ આપી હતી. જેમાં સંબંધોના પુરાવા અને પોલીસ અધિકારીની રંગીન તબિયતને સમર્થન મળે તેવી વાતચીતનો સમાવેશ થાય છે. આ ક્લિપમાં અધિકારીના પરિવાર, અન્ય પ્રેમિકાનો ઉલ્લેખ થયેલો છે.

  • આ ફરિયાદ પ્રારંભિક તબક્કામાં હોવાથી મહિલાનું શારિરીક શોષણ કરનાર પોલીસ અિધકારીનું નામ હાલના તબક્કે જાહેર કરાયું નથી.
અન્ય સમાચારો પણ છે...