મોતની આગ:ઘોઘંબાની GFL કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે લાગેલી વિકરાળ આગની ઘટનામાં વધુ એકનું મોત, મૃત્યુઆંક 5 થયો, ધડાકા 10 કિમી દૂર સુધી સંભળાયા

હાલોલએક મહિનો પહેલા
આ તસવીરો તમને વિચલિત કરી શકે છે
 • કંપની અને આજુબાજુના વિસ્તારોમાં અફરાતરફીનો માહોલ સર્જાયો હતો
 • ઇજાગ્રસ્તોને હાલોલની ખાનગી અને રેફરલ હોસ્પિટલમાં લઇ જવાયા

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજિતનગર ખાતે રેફરન ગેસ બનાવતી ગુજરાત ફ્લોરો કેમિકલ કંપની (GFL)માં બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં 5 કામદારોના મોત થયા છે. આગની ઘટનામાં 15 જેટલા કામદારો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં હાલોલ, કાલોલ, ગોધરા તેમજ ખાનગી કંપનીના ફાયર ફાઇટરોએ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા અને 5 કલાકે આગ કાબૂમાં આવી હતી. જો કે, આગ લાગવાનું કારણ બહાર આવ્યું નથી. પંચમહાલ રેન્જ આઇજી એમ.એસ. ભરાડા અને હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર ઘટના સ્થળે પહોંચ્યા હતા.

મૃત્યુઆંક 5 થયો
લક્ષ્મણ રમણસિંહ પરમાર (ઉ.45), (રહે, જીતપુરા, ઘોઘંબા) છેલ્લા 15 વર્ષથી કંપનીના એસ.એમ. સ્પલાય વિભાગમાં કામ કરતા હતા. આજે જનરલ શિફ્ટમાં તેઓ આવ્યા હતા અને 10: 13 વાગ્યે તેમનો ફોન સ્વીચ ઓફ થઇ ગયો હતો. 10:05 વાગ્યે કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. કંપનીના ત્રીજા માળેથી તેમનો મૃતદેહ મળ્યો છે. આગની આ ઘટનામાં વધુ એક મૃતદેહ મળ્યો છે.

યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ધરવા મુખ્યમંત્રીની સૂચના
પંચમહાલ જિલ્લાના રણજીતનગરમાં એક ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ અને આગની દુર્ધટનાને પગલે 4 કામદારોના મૃત્યુ થયા છે તેમને અને જે કામદારોને ઇજા પહોંચી છે, તેમને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડીને યોગ્ય કાર્યવાહી કરવા અને સારવારનો પ્રબંધ કરવા અને આ દુર્ધટનામાં બચાવ-રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચમહાલ જિલ્લા કલેક્ટર સાથે ટેલીફોનિક વાતચીત કરીને સૂચના આપી હતી.

રણજીતનગરની આસપાસના 5 કિમીના રસ્તાઓ વાહન વ્યવહાર અને સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવ્યા છે
રણજીતનગરની આસપાસના 5 કિમીના રસ્તાઓ વાહન વ્યવહાર અને સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવ્યા છે

બ્લાસ્ટના ધડાકા 10 કિમી દૂર સુધી સંભળાયા
રણજીતનગરની કંપનીમાં થયેલા બ્લાસ્ટના ધડાકા 10 કિમી દૂર સુધી સંભળાયા હતા. 5 કિ.મી. સુધીના વિસ્તારમાં વાહન-વ્યવહાર અને સામાન્ય લોકોની અવર-જવર બંધ કરી દેવાઈ હતી. સેફ્ટી કીટ પહેરીને ટીમો કંપનીની અંદર પ્રવેશી હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી.

પ્લાન્ટ પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ લાગી
ઘોઘંબાના રણજિતનગર ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીના MPI-1 પ્લાન્ટમાં આજે વહેલી સવારે પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ લાગી હતી. કંપની અને આજુબાજુના વિસ્તારોમાં અફરાતરફીનો માહોલ સર્જાયો હતો. આગ બાદ બ્લાસ્ટની ઘટનામાં 3 કામદારોના મોત થયા છે, જ્યારે 15 કામદાર ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને હાલોલની ખાનગી અને રેફરલ હોસ્પિટલમાં લઇ જવાયા છે.

ગુજરાત ફ્લોરો કેમિકલ કંપની (GFL) કંપનીમાં બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી
ગુજરાત ફ્લોરો કેમિકલ કંપની (GFL) કંપનીમાં બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી

જિલ્લાના પોલીસવડા, કલેક્ટર ઘટનાસ્થળે પહોંચ્યા
ઘટનાને પગલે પંચમહાલ જિલ્લાના પોલીસવડા, કલેક્ટર અને હાલોલ SDM કંપની પર દોડી આવ્યો છે અને હાલોલ, કાલોલ, ગોધરા તેમજ ખાનગી કંપનીના ફાયર ફાઇટરોએ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યાં હતા અને 5 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. કંપનીમાં એસીમાં વપરાતો રેફરન ગેસ બનતો હતો.

હાલોલ, કાલોલ, ગોધરા તેમજ ખાનગી કંપનીના ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યાં હતા
હાલોલ, કાલોલ, ગોધરા તેમજ ખાનગી કંપનીના ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યાં હતા
15 જેટલા કામદારો ઇજાગ્રસ્ત થયા હતા
15 જેટલા કામદારો ઇજાગ્રસ્ત થયા હતા

રણજિતનગરની આસપાસના રસ્તાઓ બ્લોક કરી દેવાયા
સદભાગ્યે ગેસનાં ટેન્કરો લીક થયાં નહોતા. જેથી મોટી દુર્ઘટના થતાં ટળી ગઇ હતી. સાવચેતીના ભાગરૂપે રણજિતનગરની આસપાસના રસ્તાઓ બ્લોક કરી દેવાયા છે.

લોકોના ટોળેટોળે એકત્ર થઇ ગયા હતા
લોકોના ટોળેટોળે એકત્ર થઇ ગયા હતા
કંપની અને આજુબાજુના વિસ્તારમાં અફરાતરફીનો માહોલ સર્જાયો હતો
કંપની અને આજુબાજુના વિસ્તારમાં અફરાતરફીનો માહોલ સર્જાયો હતો

(અહેવાલ અને તસવીરોઃ મક્સુદ મલિક, હાલોલ)

બ્લાસ્ટમાં આ તમામ કર્મચારીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે

 • સુગ્રીમ, ઉ.50, રહે. ઘોઘંબા.
 • ધનંજયકુમાર ભ્રિજધુજા શાહ, ઉ.21, રહે. ઘોઘંબા.
 • ધિરેનકુમાર જગદિશભાઇ પટેલ, ઉ.40, રહે,વડદોરા.
 • ધવલભાઇ દિપકભાઇ સોની, ઉ.34, રહે. વડોદરા.
 • કલ્પેશભાઇ પ્રજ્ઞનેશભાઇ શાહ, ઉ.36, રહે.વડોદરા.
 • રણજીતભાઇ રામશ્રેય તિવારી, ઉ.45, રહે.ઘોઘંબા.
 • પ્રેમ રામધની કુસ્વાહ, ઉ.29, રહે.રણજીતનગર.
 • ચેતનકુમાર હરીશભાઇ પટેલ, ઉ.28, રહે.વડોદરા.
 • અરવિંદસિંહ દલસિંહ રાઠવા, ઉ.22, રહે. વડથ.
 • અમિતકુમાર રાજેન્દ્વસિંહ કઠેલીયા, ઉ.21, ઘોઘંબા
 • ગૌરવકુમાર અરવિંદસિંહ પરમાર, ઉ.વ19, રહેઠાણ. ચંદ્રનગર.
 • અશ્વિન એસ પરમાર, ઉ.28, રહે. જીતપુરા.
 • આનંદ કુસ્વાહ ઉ.21, રહે. ઘોઘંબા.
 • સિપાહી યાદવ, ઉ.25, રહે. ઘોઘંબા.
 • ભુલાયરામ, ઉ.23, રહે. ઘોઘબા.
 • બ્રિજલાલ યાદવ, ઉ.21, રહે.ઘોઘંબા.
 • ઇનામુલ હક્ક, ઉ.27, રહે.ઘોઘંબા.
 • અજય વિનોદભાઇ સોલંકી, ઉ.25, રહે. રણજીતનગર.
 • હિતેશ શંકરભાઇ નાયક, ઉ.22, રહે. રણજીતનગર.
 • સંદિપકુમાર વિઠ્ઠલકુમાર વાલીયા, ઉ.28, જાંબુધોડા.
અન્ય સમાચારો પણ છે...