'સ્માર્ટ સિટી'ના રસ્તાઓ ધોવાયા:વડોદરામાં માત્ર 2 ઇંચ વરસાદમાં જ રસ્તાઓનું મોટાપાયે ધોવાણ, ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો

વડોદરા3 મહિનો પહેલા
વડોદરામાં રસ્તાઓનું મોટા પાયે ધોવાણ, મોટા ગાબડા પડ્યા. - Divya Bhaskar
વડોદરામાં રસ્તાઓનું મોટા પાયે ધોવાણ, મોટા ગાબડા પડ્યા.
  • કોર્પોરેશન દ્વારા વૃક્ષ ટ્રીમિંગ, પેચવર્ક ,સફાઈ સહિતની જરૂરી કામગીરી શરૂ કરવામાં આવી

સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા વરસાદને પગલે શહેરના મુખ્ય માર્ગો અને સોસાયટીઓનું મોટા પાયે ધોવાણ થયું છે. કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરો દ્વારા બનાવવામાં આવતા રસ્તાઓનું મોનીટરીંગ ન થવાના કારણે કોન્ટ્રાક્ટરો દ્વારા હલકી ગુણવત્તાના રોડ બનાવી દેવામાં આવે છે. જેનો ભોગ શહેરના લોકોને ભોગવવાનો વખત આવે છે. તે સાથે શહેરીજનો દ્વારા ભરવામાં આવતા વેરાના નાણાંનો પણ વ્યય થઇ રહ્યો છે. બે ઇંચ જેટલા વરસાદમાંજ રસ્તાઓનું ધોવાણ થતાં, હવે કોર્પોરેશન દ્વારા થીગડા માળીને ભ્રષ્ટાચાર છૂપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહયો છે.

સ્માર્ટ સિટી અંતર્ગત બનેલા માર્ગો ઉપર મોટા ખાડા પડ્યા
સ્માર્ટ સિટી અંતર્ગત બનેલા માર્ગો ઉપર મોટા ખાડા પડ્યા

લોકોને ખબર પડે તે પહેલાં કામગીરી શરૂ કરી
મોડી સાંજથી વડોદરામાં વરસાદે વિરામ લેતા અને મુખ્ય માર્ગો ઉપરથી પાણીનો નિકાલ થઇ ગયા બાદ વડોદરા મહાનગર પાલિકા દ્વારા આજે વહેલી સવારથી વિવિધ વિસ્તારોમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોડી સાંજથી વરસાદે વિરામ લેતા મોડી રાતથી રસ્તાઓમાં પડેલા ખાડાઓનું સતત રિપેંરીગ શરૂ કરવામાં આવ્યું હતું. હવામાન ખાતાની અતિભારે વરસાદની આગાહીના પગલે વડોદરા મહાનગર પાલિકા દ્વારા નાગરિકોની સાવચેતી અને રાહત માટે દરેક વોર્ડમાં રેસ્ક્યૂ ટીમ તૈયાર કરવામાં આવી છે. જે ટીમો રાત્રે પણ હાજર રહેશે. વરસાદના કારણે રસ્તામાં પડેલા ખાડાઓનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. અને ખાડાઓનું પુરાણ કરવામાં આવી રહ્યું છે. જરૂર પડે ત્યાં પેચવર્કનું પણ કામ શરૂ કરવામાં આવ્યું છે.

વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા જોખમી વૃક્ષોનું કટીંગ કરવામાં આવ્યું.
વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા જોખમી વૃક્ષોનું કટીંગ કરવામાં આવ્યું.

છેલ્લા ત્રણ દિવસ દરમિયાન 29 વૃક્ષો જમીન દોસ્ત, 6 વાહનો દબાયા
પ્રિ મોન્સૂન કામગીરી સમયે જે કામગીરી વડોદરા મહાનગર પાલિકાના પાર્ક્સ એન્ડ ગાર્ડન ડિપાર્ટમેન્ટ દ્વારા કરવાની હતી. તે કામગીરી મોડી રાતથી શરૂ કરવામાં આવી હતી. વિવધ વિસ્તારમાં રાત્રે પણ જોખમી વૃક્ષોનાં ટ્રીમિંગની કામગીરી કરવામાં આવી હતી. વડોદરા ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા ત્રણ દિવસમાં વડોદરા શહેરમાં 29 નાના-મોટા વૃક્ષો જમીન દોસ્ત થઇ ગયા છે. વૃક્ષો જમીન દોસ્ત થવાના કારણે કાર, ટુ-વ્હીલર મળી 6 જેટલા વાહનોને નુકસાન થયું છે. જો કોર્પોરેશન દ્વારા વર્ષાઋતુ પહેલાંજ વૃક્ષો ટ્રીમીંગની કામગીરી કરવામાં આવી હોત તો, સંભવતઃ વૃક્ષો ઓછા જમીન દોસ્ત થયા હોત.

કોર્પોરેશન દ્વારા રસ્તાઓ ઉપર કરવામાં આવેલ પેચવર્કની કામગીરી પણ તકલાદી
કોર્પોરેશન દ્વારા રસ્તાઓ ઉપર કરવામાં આવેલ પેચવર્કની કામગીરી પણ તકલાદી

સયાજી બાગમાં કાચબા, શાહુડી, સસલાને સલામત સ્થળે ખસેડ્યા
હવામાન વિભાગ દ્વારા તા.15 જુલાઇ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અતિભારે વરસાદની આગાહીના પગલે સયાજીબાગ ખાતે નાના પ્રાણીઓ કાચબા, સસલા અને શાહુડીને જેવા પ્રાણીઓેને સુરક્ષિત ડગ્યાએ પિંજરાઓમાં સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તમામ પિંજરા તથા એંક્લોઝરમાં પ્રાણીઓ માટે ઊંચાઈવાળા પ્લેટફોર્મની વ્યવસ્થા કરવામાં આવી છે. તે સાથે જળાશયોની સપાટીનું સતત મોનીટરિંગ થઈ રહ્યું છે.

કરજણ નેશનલ હાઈવે પર પોર ગામ પાસે બ્રિજની દિવાલ ધરાશાયી
કરજણ નેશનલ હાઈવે પર પોર ગામ પાસે બ્રિજની દિવાલ ધરાશાયી

કરજણ નેશનલ હાઈવે પર બ્રિજની દિવાલ ધરાશાયી
વડોદરામાં કરજણ નેશનલ હાઇવે પર પોર ગામ પાસે આવેલો બ્રિજ વરસાદ બાદ ધોવાઈ ગયો. પોર ગામ પાસે આવેલા હાઇવેના બ્રિજની પ્રોટેકશન વોલની એક સાઈડની દીવાલ ધસી પડી હતી, જેમાં પાંચ ઝૂંપડા તથા એક પાકું મકાન ધરાશાઈ થયું હતું. જેના કારણે અફરાતફરી મચી ગઈ હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોચી. બનાવને પગસે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. નોંધનીય છે કે, ગત વર્ષે પણ આ બ્રિજની દીવાલ ધરાશાયી થઈ હતી. ત્યારે આ વર્ષે ફરીથી આવી જ ઘટના બની છે. ઉલ્લેખનીય છે કે, ઝૂપડાઓમાં પાણી ભરાઇ ગયા હોવાથી કોઇ ન હતું. જેના કારણે બધા બચી ગયા હતા. આ ઝૂપડામાં 15 જેટલા લોકો રહે છે. ઢાઢર નદીના પાણી બ્રિજ નીચે ફરી વળ્યાં હતા અને બ્રિજ ઉપર પડેલા વરસાદના કારણે બ્રિજનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...