સમૂહ નિકાહ:કોરોનામાં અનાથ બનેલાં 11 નવયુગલોના સમૂહ નિકાહ

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુસ્લિમ સોશિયલ ગ્રૂપ દ્વારા આયોજન

મુસ્લિમ સોશિયલ ગ્રુપ દ્વારા કોવિડ-19 મહામારીમાં અનાથ થયેલા11 નવ યુગલોનું સમુહ નિકાહ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોરોનામાં પોતાના જીવની પરવા કર્યા વગર ફક્તને ફક્ત માનવતાના ધોરણે સેવા આપનારા સેવાભાવી લોકોને સન્માનિત પણ કરાયા હતા.

સંસ્થાના પ્રમુખ લાલા શ્યામવાલાએ જણાવ્યું હતું કે, દુનિયામાં કોરોના મહામારી પછી દરેક વ્યક્તિને જીવવું ઘણું જ મુશ્કેલ થઈ ગયું છે.તેવા સમયે કુરિવાજોથી દુર રહી સમૂહ નિકાહમાં જોડાઈ ખોટા ખર્ચાઓથી દુર રહી આ કાર્યોમાં જોડાઈ મુસ્લિમ સમાજ માટે ગૌરવ સમાન છે. આ પ્રસંગે સૈયદ સફીઉલ્લાહ દરિયાઈ બાવા,જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ અશ્વિન પટેલ, મહેમુદખાન પઠાણ ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...