આપઘાત:વડોદરાની બરોડા ડેરીમાં માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં કામ કરતાં પરિણીત યુવાને ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
યુવાને પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો(પ્રતિકાત્મક ફાઈલ તસવીર) - Divya Bhaskar
યુવાને પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો(પ્રતિકાત્મક ફાઈલ તસવીર)
  • પત્ની અને બે પુત્રીઓ સાથેના માતા-પિતા સાથે સંયુક્ત પરિવારમાં રહેતો હતો

વડોદરાના મકરપુરા રોડ ઉપર આવેલ બરોડા ડેરીમાં માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા પરિણીત યુવાને પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી. આ બનાવ અંગે પાણીગેટ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

બેડરૂમમાં કોઇક કારણસર ફાંસો ખાધો
મળેલી માહિતી મુજબ શહેરના ડભોઇ રોડ સોમા તળાવ વાઘોડિયા રોડ સન ગ્લાસીસ એપાર્ટમેન્ટ પાસે હેવન સાઇટ્સની પાછળ દ્વારકેશ રેસિડેન્સીમાં રહેતા અંકિતભાઈ નરેશભાઈ મિસ્ત્રી( ઉંમર વર્ષ ૩૫) તેમના પત્ની અને બે પુત્રીઓ સાથેના માતા-પિતા સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા. અને બરોડા ડેરીમાં માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા હતા. મોડી રાત્રે તેઓએ તેમના બેડરૂમમાં કોઇક કારણસર ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આપઘાતના બનાવને પગલે મિસ્ત્રી પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઇ હતી.

પોલીસે ગુનો નોધ્યો
દરમિયાન આ બનાવની જાણ પાણીગેટ પોલીસને કરવામાં આવતા બનાવ સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તે બાદ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમા મોકલી આપ્યો હતો.આ બનાવ અંગે પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી કારણ શોધવા માટે તપાસ હાથ ધરી છે.