મહિલા પર અત્યાચાર:વડોદરામાં યુવતી સાથે પાંચ વર્ષ મિત્રતા રહ્યા બાદ લગ્ન કર્યા, પતિએ એક વર્ષમાં જ તરછોડી

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં રહેતી 19 વર્ષિય યુવતીએ બાપોદમાં લગ્નના એક વર્ષ બાદ જ પતિએ અને સાસરિયાએ તરછોડી દીધાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.

ગત જુલાઇ 2021માં જ લગ્ન થયા હતાં
વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં યુવતીએ જણાવ્યું છે કે કિરણ દિનેશભાઇ સોલંકી (રહે. શ્રી હરી ટાઉનશીપ, આજવા રોડ, વડોદરા) સાથે તેને પાંચ વર્ષ સુધી મિત્રતા રહી હતી. ત્યાર બાદ જુલાઇ 2021માં યુવતીના કિરણ સોલંકી સાથે લગ્ન થયા હતા. લગ્નના થોડા મહિના બાદ સાસુ, સસરા અને નણંદ દહેજની માંગણી કરવા લગ્યા હતા.

પતિ અને સાસરિયાએ દહેજ માંગ્યું
સાસરીયા પરિણિતાને કહેતા કે તુ તારા ઘરેથી કશું લાવી નથી. સાથે જ મારઝૂડ પણ કરતા. આ અંગે પતિને કિરણને ફરિયાદ કરતા પતિ પણ પોતાની માતાના ઉપરાણું લેતો. તેમજ શારીરીક અને માનસિક ત્રાસ ગુજારતો. જેથી પરિણિતાને તેના માતા-પિતા પિયર લઇ ગયા હતા અને આજ સુધી તે પિયરમાં જ રહે છે. જેથી પરિણિતાએ પતિ સહિત સાસરીયા સામે દહેજની માંગ અને મારઝૂડ કર્યાની ફરિયાદ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.