ધાર્મિક:વ્રજરાજકુમારના પ્રાગટ્ય ઉત્સવે માર્કંડેય પૂજન,નવઘટા મનોરથનાં દર્શન યોજાયા

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
બાવાના જન્મદિવસે ભકતો દ્વારા તેમનું સન્માન કરાયું હતું. - Divya Bhaskar
બાવાના જન્મદિવસે ભકતો દ્વારા તેમનું સન્માન કરાયું હતું.
  • 5 હજારથી વધારે ભક્તો અભિવાદન માટે હાજર રહ્યા
  • સવારે​​​​​​​ 10 કલાકથી ભક્તિ સંગીત સંધ્યાનું આયોજન કરાયું હતું

જગદગુરૂ શ્રીમદવલ્લભસાચાર્યજી મહાપ્રભુજીની 18મી પેઢીના વંશજ અને વ્રજધામ આધ્યાત્મિક સંકુલના વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર મહોદયના 36મા મંગલ જન્મદિવસની વ્રજધામ ખાતે ભવ્ય ઉજવણી કરાઈ હતી. વ્રજધામ સંકુલમાં સવારે 10 કલાકથી વ્રજરાજકુમારજીના 36મા મંગલ પ્રાગટ્ય ઉત્સવ પ્રસંગે ભક્તિ સંગીત સંધ્યાનો પ્રારંભ થયો હતો.

આ પ્રસંગે શહેર ઉપરાંત સમગ્ર ગુજરાત અને ભારતના વિવિધ શહેરોમાંથી ભાવિકજનો વૈષ્ણવાચાર્યના અભિવાદન અર્થે 5 હજારથી વધુ ભકતો જોડાયા હતાં. આ પ્રસંગે મંત્રી, ધારાસભ્યો, કોર્પોરેટર સહિત નેતાઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે વીવાયઓ એજ્યુકેશન કોર્સના 6 થી 16 વર્ષના બાળકોએ પણ વૈષ્ણવાચાર્યનું અહીવાળાં કર્યું હતું. અભિવાદન સમારંભ બાદ વ્રજધામ સંકુલ ખાતે ઠાકોરજીના સુખાર્થે નવનિકુંજમાં નવઘટા મનોરથના દર્શનનો ભક્તોએ લાભ લીધો હતો. વૈષ્ણવ સંપ્રદાયની પરંપરા અનુસાર વ્રજરાજકુમારજીના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે માર્કંડેય પુજન સંપન્ન થયું હતું. જેમાં વલ્લભકુલ પરિવારના વૈષ્ણવાચાર્ય યોગેશ્વરજી મહોદય, વૈષ્ણવાચાર્ય દ્રુમિલકુમારજી મહોદય, આ.સૌ પ્રીતિરાજ બેટીજી મહોદયા વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.

ખાનગી ઈન્સ્ટિટ્યૂટ 36 બાળકોને મફત શિક્ષણ આપશે
વૈષ્ણવાચાર્યના જન્મદિવસ નિમિત્તે સિગ્મા ગ્રુપ ઓફ ઈન્સ્ટિટ્યુટ દ્વારા આર્થિક રીતે નિરાધાર અને શિક્ષણ મેળવવા ઉત્સુક 36 બાળકોને ધોરણ 4 થી કોલેજ ગ્રેજ્યુએશન સુધી નિશુલ્ક શિક્ષણ પ્રદાન કરવાની જાહેરાત કરી હતી. આ સાથે વડોદરાના ખાનગી ટ્યુશન ક્લાસના સંચાલકો દ્વારા 36 લાખની સ્કોલરશીપ જાહેર કરી હતી. આ સ્કોલરશીપ અંતર્ગત ધોરણ 9 થી 12ના 51 વિદ્યાર્થીઓને આર.જે વિઝન ક્લાસીસમાં નિશુલ્ક પ્રવેશ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...