બેઠક:માનવેન્દ્રસિંહની LGBTQ સંદર્ભે બાળુ શુક્લ સાથે ચર્ચા

વડોદરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજપીપળાના પ્રિન્સની રાવપુરાના ઉમેદવાર સાથે બેઠક
  • પૂર્વ સાંસદ દ્વારા LGBTQને મદદ કરાઈ હતી

ચૂંટણીમાં સયાજીગંજ બેઠક પર ભાજપ દ્વારા પૂર્વ મેયર અને પૂર્વ સાંસદ બાળુ શુક્લને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે ત્યારે રાજપીપળાના પ્રિન્સ માનવેન્દ્રસિંહે તેમની સાથે મુલાકાત કરી હતી. માનવેન્દ્રસિંહે બાળુ શુક્લે ટ્રાન્સજેન્ડર માટે કરેલી કામગીરીને બિરદાવી હતી. બીજી તરફ ટ્રાન્સજેન્ડર માટે જમીન અને બાંધકામના કામ કરવા જણાવાયું હતું. માનવેન્દ્રસિંહે બાળુ શુક્લની સાંસદ સમયની કામગીરીને યાદ કરી હતી અને કહ્યું હતું કે તેમણે અમારી એ સમયે વાત સાંભળી તેના કારણે જ LGBTQ કમ્યૂનિટીને હક મળ્યા છે.

ઉલ્લેખનીય છે કે, વડોદરા એ દેશનું એવું પ્રથમ શહેર છે જ્યાં ટ્રાન્સજેન્ડર માટે સેલ્ટર સેન્ટર (ગરીમા ગૃહ) બન્યું છે. LGBTQ કમ્યૂનિટીને પાસપોર્ટ, રેશનકાર્ડ, આધારકાર્ડમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ત્યારે આજના દિવસોમાં એવું પણ બન્યું છે કે તેમને હવે સારી જગ્યાએ નોકરીઓ પણ મળતી થઇ છે. આજના સમયમાં ટ્રાન્સજેન્ડરે સમાજનું અભિન્ન અંગ બની ગયું છે.

અન્ય સમાચારો પણ છે...