તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:પાણી પુરવઠામાં માનવદિનનો ઇજારો માનીતાને આપવા તખ્તો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના કાર્યકરની મ્યુનિ. કમિશનરને ફરિયાદ

પાલિકાના પાણી પુરવઠા વિભાગના ચાર પૈકી ત્રણ ઝોનમાં માનવદિન થકી ઓપરેટરો અને મજૂર લેવા માટે એક જ કોન્ટ્રાક્ટરને હજારો આપવાની ભલામણ કરતી દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ થતાં વિવાદ સર્જાયો છે. ભાજપના જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્યે આ મામલે મ્યુનિસિપલ કમિશનરને પણ ફરિયાદ કરી છે.

અત્રે નોંધનીય છે કે પાલિકાનાપાણી પુરવઠા વિભાગમાં માનવદિનનો કોન્ટ્રાક્ટ આપવામાં એક જ કોન્ટ્રાક્ટરને ત્રણ ઝોનમાં રૂ. 2.70 કરોડની રકમનો કોન્ટ્રાક્ટ પધરાવી દેવાનો કારસો રચવામાં આવ્યો છે. એટલું જ નહીં અન્ય એક ઝોનમાં જે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ મળશે તે બંને વચ્ચે માત્ર એક પૈસાનો જ ભાવ ફેર હોવાનું સ્થાયી સમિતિમાં રજૂ થયેલી દરખાસ્તને જણાવ્યું છે.

શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય મહેશ ભોંસલે(સંતોષ) દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે અને તેમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટર વાઈટલ ફેસીલીટી દ્વારા કાયદાનું પાલન પણ કરવામાં આવી રહ્યું નથી અને ભૂતકાળમાં ફક્ત 2 લાખ રૂ.નો જ દંડ લેવાયો હતો. આ કોન્ટ્રાક્ટરે શ્રમયોગીઓને પીએફ અને ઇ એસ આઈ ઓછો આપી શોષણ કર્યું છે ત્યારે ફરીથી નવો કોન્ટ્રાકટ આપવો જોઈએ નહીં.

અન્ય સમાચારો પણ છે...