તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા:માંજલપુર પોલીસે જુગારધામ પર રેડ પાડતા એક પોલીસકર્મી સહિત 11 જુગારીયા ઝડપાયા, 38 હજારનો મુદ્દામાલ જપ્ત

વડોદરા10 મહિનો પહેલા
જુગાર રમતા જુગારીયા અને પોલીસકર્મીની ફાઇલ તસવીર
 • લોકડાઉન શરૂ થયું ત્યારથી મહેશ્વરીનગર-1 સોસાયટીમાં જુગાર રમતા હતા

લોકડાઉનમાં વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી મહેશ્વરીનગર-1માં મકાન નંબર-11માં ચાલી રહેલા જુગારધામનો પોલીસે પર્દાફાશ કર્યો છે. માંજલપુર પોલીસે પોતાના જ પોલીસ મથકના પોલીસ જવાન સહિત 11 જુગારીયાઓને રૂપિયા 38 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ કોન્સ્ટેબલ માંજલપુર પોલીસ સ્ટેશનની PCR વાનનો ચાલક હોવાનું બહાર આવ્યું 
માંજલપુર પોલીસને બાતમીના આધારે મહેશ્વરીનગર-1, જીઆઇડીસી કોલોની મકાન નંબર-11માં રહેતો મુળજી હરીશ ચૌહાણ લોકોને બોલાવી જુગાર રમાડતો હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે પોલીસે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડો પાડતા જ સોસાયટી વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. અને લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. જ્યારથી કોરોના વાઇરસ માટે લોકડાઉન કરવામાં આવ્યું છે, ત્યારથી આ સ્થળે જુગાર રમાતો હતો. પોલીસે દરોડો પાડી મકાન માલિક મુળજી ચૌહાણ તેમજ માંજલપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ દેવલા કાંતિ પ્રજાપતિ સહિત 11 જુગારીયાઓને દાવ ઉપરની રોકડ રકમ, 8 મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા  38,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ માંજલપુર પોલીસ મથકની પી.સી.આર. વાનનો ચાલક હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે 11 જુગારીયાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી
પોલીસે ઝડપી પાડેલા જુગારીયાઓમાં મુળજી હરીશ ચૌહાણ (રહે. મહેશ્વરી નગર-1, જીઆઇડીસી કોલોની મકાન નંબર-11 માંજલપુર), કાંતિ મગન પ્રજાપતિ (રહે. મહેશ્વરી નગર-1, મકાન નંબર-30, માંજલપુર), દેવલા કાંતિ પ્રજાપતિ (રહે. મહેશ્વરીનગર-1, મકાન નંબર-30), શૈલેષ ભાઇલાલ ચાવડા (રહે. મહેશ્વરીનગર-1, મકાન નંબર-33), પ્રવિણ દેવાજી વણકર (રહે. શંકરબાગ સોસાયટી, મકાન નંબર-107, માંજલપુર), મુળજી જાદવ (રહે. મહેશ્વરી નગર-1, મકાન નંબર-22), વિપુલ કનૈયાલાલ ત્રિવેદી (રહે. જયભવાની નગર, અલવાનાકા, માંજલપુર), કનુ મુળજી ચૌહાણ (રહે. શ્રધ્ધા સોસાયટી, ચિત્રકુટની પાછળ, માંજલપુર), અનંત જયંતિ પરમાર (રહે. મહેશ્વરીનગર-2, મકાન નંબર-34), અરવિંદ મગન પરમાર (રહે. શંકરબાગ સોસાયટી, મકાન નંબર-100) અને પ્રવિણ મુળજી ચૌહાણ (રહે. મહેશ્વરીનગર-1, મકાન નંબર-10) નો સમાવેશ થાય છે.
પોલીસે રોકડ રકમ, 8 મોબાઇલ ફોન મળીને કુલ રૂપિયા 38,700નો મુદ્દામાલ કબજે કર્યો
પોલીસે દાવ ઉપરના રૂપિયા 4,330, 8 મોબાઇલ ફોન મળી કુલ્લે રૂપિયા 38,700નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે તમામ જુગારીયાઓ સામે જુગાર ધારા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય બાબત એ છે કે, જુગારીયાઓ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવ્યા વિના જુગાર રમતા હતા. જોકે, કેટલાક જુગારીયાઓ માસ્ક પહેરીને જુગાર રમતા હતા. પોલીસે તમામ જુગારીયાઓનો વરઘોડો કાઢી પોલીસ મથકે લઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો