વિદ્યાર્થી ગુમ:ધો-10માં અભ્યાસ કરતો વિદ્યાર્થી શાળાએ જવા નીકળ્યા બાદ 3 દિવસથી લાપતા, માંજલપુર પોલીસે શોધખોળ શરૂ કરી

વડોદરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુમ થયેલો વિદ્યાર્થી - Divya Bhaskar
ગુમ થયેલો વિદ્યાર્થી
  • પોતાની સાઇકલ લઈ 23 નવેમ્બરે વિદ્યાર્થીએ શાળાએ જવા નીકળ્યો હતો
  • પરિવારે સ્કૂલમાં તપાસ કરતા વિદ્યાર્થી શાળામાં પહોંચ્યો જ નહોતો
  • મિત્ર વર્તુળ તથા આસપાસ તપાસ બાદ પણ કોઇ અતોપતો મળ્યો નથી

વડોદરા શહેરની ખાનગી શાળામાં ધો-10માં અભ્યાસ કરતો વિદ્યાર્થી પોતાની સાઇકલ લઈને શાળાએ જવા નીકળ્યા બાદ છેલ્લા બે દિવસથી લાપતા થઈ જતા વિદ્યાર્થીના પિતાએ માંજલપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો છે. પોલીસે પિતાની ફરિયાદના આધારે વિદ્યાર્થીની શોધખોળ શરૂ કરી છે.

23 નવેમ્બરે વિદ્યાર્થીએ શાળાએ જવા નીકળ્યો હતો
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા 40 વર્ષીય ડ્રાઇવરને સંતાનમાં બે દીકરા છે. જેમાં 15 વર્ષનો મોટો દીકરો ડભોઇ રોડ ઉપર આવેલી ખાનગી સ્કૂલ ખાતે ધો-10માં અભ્યાસ કરે છે. શાળાઓ શરૂ થતા 23 નવેમ્બરના રોજ બપોરે પોતાની સાઇકલ લઇને શાળાએ જવા નીકળ્યો હતો.

પરિવારે સ્કૂલમાં તપાસ કરતા વિદ્યાર્થી શાળામાં પહોંચ્યો જ નહોતો
પરિવારે સ્કૂલમાં તપાસ કરતા વિદ્યાર્થી શાળામાં પહોંચ્યો જ નહોતો

પિતાની ફરીયાદના આધારે પોલીસે હાથ ધરી શોધખોળ
મોડી સાંજ સુધી પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, તે શાળાએ પહોંચ્યો જ નથી. તેના મિત્ર વર્તુળમાં પૂછપરછ કર્યાં બાદ નજીકના બાગ બગીચા પણ પરિવારજનો ખૂંદી વળ્યા હતા. છતાં કોઈ પત્તો ન લાગતા આખરે તેઓએ માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. માંજલપુર પોલીસે વિદ્યાર્થીના પિતાની ફરિયાદના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...