નવી જવાબદારી સોંપવાની ચર્ચા:મનીષા વકીલ અને કેતન ઇનામદારને સી આર પાટીલના બંગલે બોલાવાયા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મનીષા વકીલ અને કેતન ઇનામદારની ફાઈલ તસ્વીર - Divya Bhaskar
મનીષા વકીલ અને કેતન ઇનામદારની ફાઈલ તસ્વીર

શહેર વાડીમાં બે ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવતા મહિલા ધારાસભ્ય મનીષા વકીલને ચૂંટણીના એક વર્ષ પહેલા મંત્રીપદની લોટરી લાગે તેવી શક્યતા ઊભી થઈ છે. જ્યારે પ્રથમ ટર્મમાં અપક્ષ તરીકે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને પરાજિત કરનાર સાવલીના કેતન ઇનામદાર હવે ભાજપના ધારાસભ્ય છે અને તેમને પણ મંત્રીપદ આપવામાં આવે તેવું મનાઇ રહ્યું છે.

આ બંને ધારાસભ્યોને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ના બંગલે બોલાવવામાં આવ્યા હતા અને તેમની સાથે નવી જવાબદારી અંગેની ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.જોકે શહેરના ધારાસભ્ય મનીષા વકીલે જણાવ્યું હતું કે મંત્રી પદ માટે તેમને હજી સુધી કોઇ જાણ કરવામાં આવી નથી અને પાર્ટી જે આદેશ આપશે તે મુજબ તેઓ કરશે.

CMOના બે અધિકારી વડોદરા રહી ચૂક્યા છે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હોદ્દો ગ્રહણ કર્યા બાદ સીએમ ઓફિસdf+ નવાચાર અધિકારીઓની નિમણૂંક ના આદેશ કર્યા હતા .જેમાં સચિવ અશ્વિનીકુમારની જગ્યાએ અવન્તિકાસિંઘને મૂકવામાં આવ્યા છે. અવંતિકાસિંઘ અગાઉ વડોદરા કલેકટર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. ઓએસડી તરીકે અમદાવાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર નૈનેશ દવેને મૂકવામાં આવ્યા છે. નૈનેશ દવે દોઢ દાયકા અગાઉ વડોદરામાં કલેકટર કચેરીમાં પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા હતા.

અન્ય સમાચારો પણ છે...