જાહેરનામું:ઓવરબ્રિજના કામને પગલે મનીષા ચોકડી-દિવાળીપુરા રોડ આજથી 3 મહિના બંધ

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 12 નવેમ્બર સુધી માત્ર ટુ વ્હીલર જઇ શકશે અન્ય વાહનોએ વૈકલ્પિક રસ્તેથી જવુ પડશે

ગેંડા સર્કલ થી મનીષા ચોકડી સુધીના સાડા ત્રણ કિમી લાંબા ફ્લાયઓવરમાં મનીષા ચાર રસ્તા થી દિવાળીપુરા ચાર રસ્તા સુધી ફ્લેન્જ નાખવાની કામગીરી શરૂ થવાની છે. આ કામગીરીને પગલે 12 ઓગષ્ટ થી 12 નવેમ્બર સુધી મનીષા ચાર રસ્તા થી દિવાળીપુરા ચાર રસ્તા તરફનો રસ્તો ટુ વ્હિલરથી ઉપરના વાહનો માટે બંધ રહેશે.

ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક ડાયવર્ઝન બહાર પાડ્યું છે.જેમાં મનીષા ચાર રસ્તા થી દિવાળીપુરા ચાર રસ્તા તરફનો રસ્તો બંધ રહેશે.જેથી વાહનચાલકોએ મનીષા ચાર રસ્તા થી રાણેશ્વર ચાર રસ્તા થઈ જે તરફ જવું હોય તે દિશામાં જઈ શકાશે. જોકે આ ટ્રાફિક ડાયવર્ઝન ટુ વ્હિલર થી ઉપરના વાહનો માટે લાગુ પડશે. મનીષા સર્કલ થી દિવાળીપુરા ચાર રસ્તા તરફ દિવસ દરમિયાન હજારો વાહનો પસાર થતા હોય છે. આશરે 50 વાહનોને હવે દિવાળીપુરા ચાર રસ્તા તરફ જવા માટે રાણેશ્વર ચાર રસ્તા તરફથી જવું પડશે.

અન્ય સમાચારો પણ છે...