ભારે વિરોધ:મંગલેશ્વર ઝાંપા પાસે પાલિકાની ટીમ પર પથ્થરમારો : 4ની અટક

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોર્પોરેશન દબાણ શાખાની કામગીરીનો સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. - Divya Bhaskar
કોર્પોરેશન દબાણ શાખાની કામગીરીનો સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
  • મંદિરનું વધારાનું બાંધકામ તોડવા જતાં વાત વણસી

શહેરના મંગલેશ્વર ઝાંપા ખાતે આવેલા અર્બન હેલ્થ સેન્ટર ની બાજુમાં વર્ષો જૂના હડકાઇ માતા ના મંદિરની બાજુમાં વધારાનું બાંધકામ કરી દેવામાં આવ્યું હતું. તેના પગલે પાલિકાની દબાણ શાખા દ્વારા મંદિરના વધારાના બાંધકામ તોડવા માટે ગઈ હતી. તે સમયે સ્થાનિક લોકોએ ભારે વિરોધ નોંધાવતા કામગીરી અટકાવી હતી. ઉશ્કેરાયેલા લોકોએ જેસીબી પર પથ્થરમારો કરતાં જેસીબી નો કાચ તૂટી ગયો હતો. પોલીસે ચાર લોકોની અટકાયત કરી હતી. 

કેટલાક લોકો દ્વારા પથ્થરમારો કરી કાંકરીચાળો શરૂ કરાતાં નાસભાગ મચી હતી

ફતેપુરા મંગલેશ્વર ઝાંપા સ્થિત હડકાઇ માતાના મંદિરની આજુબાજુ શેડ, સ્ટ્રક્ચર સહિત વધારાનું બાંધકામ કરાયું હતું. જે મામલે ફરિયાદ મળતાં મંગળવારે સવારે પાલિકાની દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી બ્રેકર સહિતના સાધનો લઈને વધારાનું બાંધકામ દૂર કરવા પહોંચી હતી. જેને પગલે સ્થાનિકોઅે દોડી અાવી તંત્રની કામગીરીનો વિરોધ કર્યો હતો. કેટલાક લોકો દ્વારા પથ્થરમારો કરી કાંકરીચાળો શરૂ કરાતાં નાસભાગ મચી હતી. પથ્થરમારામાં જેસીબી મશીનનો કાચ તૂટી ગયો હતો. સ્થાનિકોની પોલીસ સાથે બોલાચાલી થતાં માહોલ તંગ થઇ ગયો હતો. સ્થિતિ વણસે નહીં તે માટે પોલીસ દ્વારા બળ પ્રયોગ પણ કરાયો હતો તેમજ ચારથી પાંચ ઈસમોની અટકાયત કરી હતી. દબાણ શાખા દ્વારા મંદિરની આજુબાજુ કરવામાં આવેલું વધારાનું બાંધકામ દૂર કરાયું હતું. પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...