તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોળાષ્ટક પૂરાં:મીનારકનાં કમુરતાં અને શુક્ર-ગુરુ ગ્રહ અસ્ત હોવાથી 20 એપ્રિલ પછી માંગલિક કાર્ય થઈ શકશે

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શહેરનાં 5 હજાર સ્થળે હોળી પ્રગટાવાઈ, જ્યારે 20થી વધુ સોસાયટીએ ઉજવણી ટાળી

28 માર્ચના રોજ હોળાષ્ટક પુરા થઈ ગયા છે. જોકે 14 માર્ચથી 13 એપ્રિલ સુધી સૂર્ય ગ્રહ મીન રાશીમાં રહેતા મીન સંક્રાતિ એટલે કે મીનારક હોવાથી માંગલિક કાર્યો નિષેધ રહેશે. બીજી તરફ ગુરુ અને શુક્ર ગ્રહના અસ્તાદિ દોષ રહેતો હોવાથી 20 એપ્રિલ બાદ માંગલીક કાર્યો માટે મુહૂર્ત મળી રહેશે તેમ શાસ્ત્રી નયન જોષીએ જણાવ્યું હતું.

હોળી પર્વે શહેરમાં 5 હજાર સ્થળો પર હોળિકા દહન કરી કોરોનાનો નાશ થાય તેવી શહેરીજનો દ્વારા પ્રાર્થના કરાઈ હતી. જેમાં 1 હજાર સ્થળો પર વૈદિક તેમજ ઈકો ફ્રેન્ડલી હોળીનું આયોજન કર્યું હતું.જેમાં વાતાવરણમાં રહેલા વાઇરસનો નાશ થાય તે માટે કપૂર, ગૂગળ, હળદર, હવન સામગ્રી અને ગાયના ઘીનો ઉપયોગ કરી હોળી પ્રગટાવાઈ હતી. ઉલ્લેખનિય છે કે, શહેરની પ્રખ્યાત અને સૌથી મોટી માંજલપુરની હોળી પ્રગટાવી ગામ સહિત આસપાસના વિસ્તારોના લોકોએ તેની પ્રદક્ષિણા ફરીને પ્રાર્થના કરી હતી.

બીજી તરફ કારેલીબાગ, નિઝામપુરા, વાઘોડિયા રોડ, આજવા તેમજ પશ્ચિમ વિસ્તારમાં 15 થી 20 સ્થળે સોસાયટી દ્વારા હોળીનું આયોજન કરવાનું ટાળ્યું હતું. સોસાયટીના અગ્રણીઓએ ભીડ થાય તો જાહેરનામાનો ભંગ થશે તેવું વિચારી હોળીનું આયોજન ટાળ્યું હતું. જ્યારે ચાર દરવાજા વિસ્તાર, સિટી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો પરંપરાગત રીતે હોળીની પ્રદક્ષિણા ફરતા જોવા મળ્યા હતા. જ્યારે શહેરના અન્ય ભાગોમાં સોસાયટીઓ અને ફ્લેટમાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરી ગાઈડ લાઈન મુજબ હોળીનો ઉત્સવ મનાવ્યો હતો. ઉપરાંત વિદેશ રહેતા અનેક શહેરીજનોએ ઓનલાઈન હોળી દહનના દર્શન કર્યાં હતાં.હોળીમાં અનેક શહેરીજનો ઉપવાસ કરતા હોય છે,તેઓએ હોળીના દર્શન કરી તેમાં શ્રીફળ હોમ્યા બાદ ઘરે જઈ લાડુ તેમજ ઘઉંની સેવો જમ્યાં હતાં.

ભારે ગરમી તેમજ વરસાદનો વર્તારો
હોળીના તહેવારમાં વિવિધ સ્થળે પ્રગટાવેલી હોળીની જ્વાળાઓ આકાશ તરફ અને અગ્નિ ખૂણા તરફ વિશેષ જોવા મળી હતી. જે દર્શાવે છે કે ચાલુ વર્ષે અતિશય ગરમીની સાથે સાથે ભારેથી અતિ ભારે વરસાદ વરરશે. આમ ભારે વરસાદ સાથે ચોમાસું પ્રાપ્ત થશે. વર્ષ 2020ની હોળીની જ્વાળાઓ પણ આકાશ તરફ જતાં સારો વરસાદ પ્રાપ્ત થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો