તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આફતમાં અવસર:રેમડેસિવિરના બેફામ ભાવ વસૂલતી હોસ્પિટલોને જ જથ્થો આપવા પેંતરો

વડોદરા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસો. સાથેની બેઠકમાં જથ્થો ફાળવવાની ચર્ચા
 • હોસ્પિટલો ~1780માં આપશે? :કેમિસ્ટો, ત્રણ દિવસમાં ઉકેલની ડૉ.રાવની ખાતરી

રેમડેસિવિર ઇન્જેક્શનની માગ સામે વડોદરામાં સપ્લાય ઓછો પડી રહ્યો છે. હોસ્પિટલો મૂળ પડતર કિંમત કરતા ચાર ગણી નફાખોરી સાથે એમઆરપી બતાવીને દાખલ દર્દીઓને વેચી રહ્યાં છે. આ મુદ્દાની ચર્ચા માટે શહેરના કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસો. સાથે શુક્રવારે પાલિકામાં બેઠક યોજાઇ હતી.

જેમાં રેમડેસિવિરનો તમામ જથ્થો હોસ્પિટલોને જ આપવાની વાત પાલિકાના અધિકારીઓએ કરી હોસ્પિટલોમાં દર્દીઓને અપાતા રેમડેસિવિર પર 25% ડિસ્કાઉન્ટ આપવાનું કહેવાયું હતું. હોસ્પિટલો હાલમાં રૂા. 1200ની પડતર કિંમતના રેમડેસિવિર રૂા. 5,400ની એમઆરપીથી કેટલાય મહિનાઓથી વેચી રહી છે ત્યારે પણ તંત્રની ચૂપકિદીથી કંટાળેલા વેપારીઓએ હોસ્પિટલોને લાભ કરાવી આપવાના કારસાનો વિરોધ કરી સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધુ હતું કે હોસ્પિટલો 65% ડિસ્કાઉન્ટ આપી રૂ.1680ના ભાવે આપશે ? એસો.ના સભ્યનું કહેવું હતું કે, જો મહામારીમાં લોકોના હિતમાં દવાના વેપારીઓ માત્ર રૂ.1680માં રેમડેસિવિર ઇન્જેકશન આપી શકતી હોય તો હોસ્પિટલો શા માટે આટલો ભાવ વસૂલે છે. ડો. રાવે દવાના વેપારીઓને આ અંગે આગામી ત્રણેક દિવસમાં કોઇ નક્કર ઉકેલ માટેની ખાતરી આપી હતી.

હોસ્પિટલો શા માટે રૂા. 5,400ના ભાવ લે છે? : ડો.રાવ
એસો.ના પ્રમુખ અલ્પેશ પટેલે મીટિંગમાં સવાલ કર્યો કે જો હોસ્પિટલમાં જથ્થો ખૂટ્યો તોે લોકો પ્રિસ્ક્રિપ્શન લઇને દવા બજારમાં નહીં આવે તેની ગેરંટી આપશો ? ત્યારબાદ મીટિંગમાં આવેલા ઓએસડી ડો. રાવે સવાલ પૂછ્યો હતો કે જો દવાના વેપારીઓ રૂ.1680માં રેમડેસિવિર આપી શકે છે તો હોસ્પિટલો શા માટે રૂ.5,400 ભાવ લે છે ? તેમણે ચાલુ મીટિંગમાં જ ફૂડ એન્ડ ડ્રગના કમિશનર ડો. હેમંત કોશિયા સાથે વાત કરીને સૂચના આપી હતી.

હોસ્પિટલોને રેમડેસિવિરમાંથી જ ~2 કરોડનો નફો : એસોસિયેશન

એસો.ના પૂર્વ પ્રમુખ વી.ટી. શાહે જણાવ્યું કે, રોજના 5000 રેમડેસિવિર ઇન્જેકશન વડોદરામાં આવતા હોય તો રોજના રૂ.2 કરોડ તો હોસ્પિટલો રેમડેસિવિરમાંથી જ દર્દીઓ પાસેથી ખંખેરી રહી છે. આ બાબતે નક્કર પગલા સરકારે તાકીદથી લેવા જોઇએ.

વધુ કિંમત વસૂલાતી હોવા અંગે મને કંઇ જાણ નથી : ડો. કોશિયા

​​​​​​​ફૂડ એન્ડ ડ્રગ કમિશનર ડો. હેમંત કોશિયાનો રેમડેસિવિરના વડોદરામાં જથ્થા અને હોસ્પિટલો દ્વારા વસૂલાતી કિંમતો અંગે પૂછતા તેમણે જવાબ આપ્યો કે, આ બાબત સ્થાનિક જિલ્લા કલેક્ટર અંતર્ગત આવે છે. મને આ અંગે કોઇ જાણ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો