તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:કૂતરાને ખવડાવતા દંપતીને પોલીસ લઇ જતાં મેનકા ગાંધીનો હસ્તક્ષેપ

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ન્યૂ અલકાપુરીના દંપતીને હેરાનગતિ કરાઈ હોવાના આક્ષેપ
 • પોલીસ કહે છે કે સ્થાનિકોએ અરજી કરી હતી, આરોપ ખોટા

શહેરના સમતા વિસ્તારમાં કૂતરાને ખવડાવી રહેલા દંપતીને લક્ષ્મીપુરા પોલીસે ખોટી રીતે હેરાનગતિ કરીને યુવકને લોકઅપમાં નાખી દીધો હોવાની ફરિયાદ મેનકા ગાંધીને કરાતાં તેમણે શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓને આ મામલે રજૂઆત કરી દરમિયાનગીરી કરવી પડી હતી.

શહેરના ન્યૂ અલકાપુરી વિસ્તારમાં રહેતા પ્રશાંત સેતાએ જણાવ્યું હતું કે, તેઓ ઘણાં વર્ષોથી પત્ની સાથે ન્યૂ અલકાપુરી અને ગોત્રી વિસ્તારમાં 70થી 80 કૂતરાઓને રોજ ખવડાવે છે. શુક્રવારે સાંજે 7-30 વાગ્યાના અરસામાં તેઓ સૌરભ પાર્ક પાસે કૂતરાંને ખાવાનું ખવડાવતા હતા ત્યારે સ્થાનિક રહીશોએ કૂતરા પાછળ પડતાં હોવાનું જણાવી તેમની કામગીરીનો વિરોધ કર્યો હતો. તે સમયે સિવિલ ડ્રેસમાં રહેલા બેથી ત્રણ પોલીસ જવાનોએ તેમની સાથે ઉદ્ધતાઇપૂર્વક વર્તન કર્યા બાદ તેમને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન લઇ આવ્યા હતા.

જ્યાં તેમણે યુવકને લોકઅપમાં નાખી દીધો હતો, જ્યારે તેમનાં પત્નીને ડરાવી-ધમકાવી માફીનામું લખાવ્યું હતું અને વીડિયો ડિલીટ કરાવ્યા હતા. પ્રાણીઓને ખવડાવતા અટકાવવું એ ગુનો હોવાથી તેમણે મેનકા ગાંધીને ફરિયાદ કરી હતી. મેનકા ગાંધીએ તુરત જ આ મામલે શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓને ફોન કરી રજૂઆત કરી વિરોધ દર્શાવ્યો હતો.

લક્ષ્મીપુરા પી.આઈ. જે.એચ. ચૌધરીએ જણાવ્યું હતું કે, પ્રશાંત સેતા ઘણા સમયથી પ્રાણીઓને ખવડાવે છે અને કૂતરાઓને સ્થાનિક લોકોએ તેમને અન્ય જગ્યાએ ખવડાવવા જણાવ્યું હતું. આ સ્થળે કૂતરાથી ભૂતકાળમાં અકસ્માત થયો હતો અને એક વૃદ્ધને કૂતરું કરડ્યું પણ હતું. જેથી બંને પક્ષે બોલાચાલી થતાં પોલીસને ફોન કરાયો હતો. સ્થાનિક લોકોએ અરજી આપી હતી, જેથી માફીપત્રક લખાવ્યું હતું. જોકે તેમને લોકઅપમાં નાખ્યા હોવાનો, માર માર્યો હોવાનો આરોપ ખોટો હોવાનું અને મેનકા ગાંધીને ખોટી જાણકારી અપાઇ હોવાનું કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો