કાર્યવાહી:કલ્પતરુના રૂા.4 કરોડના કૌભાંડમાં સંચાલકોની મિલકત ટાંચમાં લેવાશે

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીઆઇડી ક્રાઇમની ટીમ યુપી પહોંચી ત્યારે જાણ થઈ કે એક સંચાલક નું મૃત્યુ થયું છે
  • કલ્પતરુ કંપનીએ શહેરના રોકાણકારોને વધુ વ્યાજની લાલચ આપીને પૈસા પડાવ્યા હતા

સયાજીગંજ વિસ્તારમાં કલ્પતરુ કસ્ટમર મેનેજમેન્ટ સર્વિસ કંપની દ્વારા વધુ વ્યાજ આપવાની લાલચ સાથે રોકાણકારો સાથે કરાયેલી ચાર કરોડની છેતરપિંડીના ગુનાની તપાસમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા સંચાલકોની મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી શરૂ કરાઇ છે. સંચાલકોએ 4 કરોડ રૂપિયા ઉઘરાવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

આ મામલે 2020માં સીઆઇડી ક્રાઇમમાં કલ્પતરુ કસ્ટમર મેનેજમેન્ટ સર્વિસ કંપનીના સંચાલકો સીએમ શર્મા તથા શ્રીકાંત મિશ્રા અને બીપીન યાદવ તથા જે કે સિંહ રાણા (તમામ ઉત્તરપ્રદેશ) સામે ગુનો નોંધાયો હતો અને પોલીસે તપાસ શરૂ કરી હતી દરમિયાન સંચાલકોને ઝડપી લેવા પોલીસની ટીમ ઉત્તર પ્રદેશ પહોંચી હતી. જ્યાં તપાસમાં બહાર આવ્યું હતું કે, 4 સંચાલકો પૈકી જે કે સિંહ રાણાનું મૃત્યુ થયું છે તેથી પોલીસે તેની મિલકતો -જમીન સહિતની સ્થાવર-જંગમ મિલકતની માહિતી મેળવી મિલકતો ટાંચમાં લેવાની પ્રક્રિયા શરૂ કરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...