તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંકટ:વડોદરામાં રેમડેસીવીર ઇન્જેક્શન રીટેઇલ મેડિકલ સ્ટોરોને મળતા નહીં હોવાના સંચાલકના આક્ષેપ, કહ્યું: ઇન્જેક્શનોની કાળાબજારી થઇ રહી છે

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેમડેસીવીર ઇન્જેક્શનો માનીતા સ્ટોકિસ્ટો તેમજ માનીતા રીટેઇલ મેડિકલ સ્ટોરોને આપવામાં આવતા હોવાનો આક્ષેપ

વડોદરામાં હાહાકાર મચાવી રહેલા કોરોનામાં રાહત આપતા રેમડેસીવીર ઇન્જેક્શન રીટેઇલ મેડિકલ સ્ટોરોને ન મળતા ધમાસણ મચ્યો છે. વડોદરાના અમિત એજન્સી અને રાવપુરા મેડિકલ સ્ટોરના સંચાલક મનીષભાઈ પટેલે રેમડેસીવીર ઇન્જેક્શનો માનીતા સ્ટોકિસ્ટો તેમજ માનીતા રીટેઇલ મેડિકલ સ્ટોરોને આપવામાં આવતા હોવાનો આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો છે.

અઠવાડિયામાં 12થી 24 ઇન્જેક્શનો આપવા અમારી માગ
અમિત એજન્સીના સંચાલક મનીષભાઇ પટેલે જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં કોરોનાના કેસો વધતા કોરોનામાં રાહત આપતા રેમડેસીવીર ઇન્જેક્શનોની માગમાં વધારો થયો છે. વડોદરામાં કાળાબજારમા વેચાણ થઇ રહ્યા છે, પરંતુ, જરૂરિયાત કોરોનાગ્રસ્ત દર્દીઓને ઇન્જેક્શન મળી રહ્યા નથી. જો ખરેખર કોરોનામાં રેમડેસીવીર ઇન્જેક્શનો રાહત આપતા હોય તો તમામ મેડિકલ સ્ટોરોને અઠવાડિયામાં 12થી 24 ઇન્જેક્શનો આપવા અમારી માગણી છે.

અમિત એજન્સીના સંચાલક મનીષભાઇ પટેલ
અમિત એજન્સીના સંચાલક મનીષભાઇ પટેલ

પ્રમુખ સામે આક્ષેપ કર્યાં
તેમણે પ્રમુખ સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પ્રમુખ દ્વારા 14 હજાર મેડિકલ સ્ટોરના સંચાલકોને પત્ર લખીને જણાવ્યું છે કેસ તમને ઈન્જેક્શન આપવામાં આવશે અને તે ઇન્જેક્શન સરકાર દ્વારા નિયત કરેલા રૂપિયા 1680ના ભાવે વેચવાના રહેશે, પરંતુ, આ પત્રો કોને લખવામાં આવ્યા છે અને કોને ઈન્જેક્શન આપવામાં આવી રહ્યા છે. તેની કોઈ માહિતી નથી.

ઇન્જેક્શનોની કાળાબજારી થઇ રહી છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડોદરામાં આવી રહેલા રેમડેસીવીર ઇન્જેક્શનો તમામ રીટેઇલ મેડિકલ સ્ટોરોને એક સરખા પ્રમાણમાં આપવામાં આવે તે જરૂરી છે. અમે સરકાર દ્વારા નિયુક્ત કરેલા 1680 રૂપિયાના ભાવે વેચવા તૈયાર છે, પરંતુ, વડોદરામાં આવી રહેલા ઇન્જેક્શનો ચોક્કસ સ્ટોકિસ્ટો અને ચોક્કસ મેડિકલ સ્ટોરોને મળી રહ્યા છે. પરિણામે રૂપિયા ઇન્જેક્શનોના કાળાબજાર થઇ રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

વધુ વાંચો