મર્ડર:વડોદરામાં દીકરીની પજવણી કરનાર યુવકને ઠપકારતા પિતાની ચાકૂ મારી હત્યા, યુવતીનાં માતા-પિતા યુવકને સમજાવવા ગયા બાદ બનેલો બનાવ

વડોદરાએક વર્ષ પહેલા
  • બે સંતાનોના પિતાએ યુવતીના ઘરે જઈ મર્ડર કર્યા બાદ પોલીસે આરોપીને ઝડપી લીધો
  • પેટમાં ઘા મારતાં આંતરડા બહાર આવી ગયા: હત્યારાની ધરપકડ

ભુતડીઝાપાં રામદેવપીરની ચાલીમાં બુધવારે મધ રાતે સ્થાનિક યુવકે ઉશ્કેરાઇ જઇને ઠપકો આપનારા આધેડના પેટમાં ચપ્પુ હુલાવી દેતાં આધેડનું મોત થયુ હતું. કારેલીબાગ પોલીસે હત્યારા યુવકને ઝડપી લઇ તેની સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.

બે સંતાનોના પિતાને પોલીસે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.(આરોપીની ફાઈલ તસવીર)
બે સંતાનોના પિતાને પોલીસે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.(આરોપીની ફાઈલ તસવીર)

યુવકે મળવા માટે બોલાવી હતી
શહેરના કારેલી બાગ હાથીખાના અનાજ બજારના દરવાજા પાસેની રામદેવપીરની ચાલીમાં શેરી નંબર 2માં રહેતા 50 વર્ષી દેવજીભાઈ ભલાભાઇ સોલંકી છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમને સંતાનમાં 6 દીકરી અને એક દીકરો છે. જે પૈકી બે પુત્રી પ્રજ્ઞાચક્ષુ છે. બુધવારે રાત્રે દેવજીભાઇની પત્નીની તબિયત સારી ના હોવાથી તેમના સગા રાત્રે 11 વાગે ખબર જોવા આવ્યા હતા. દેવજીભાઇની 21 વર્ષીય પુત્રી અંજલી ઘરે આવેલા મોટી મમ્મીને વિદાય આપવા બહાર નીકળી હતી. અને તેમને ચાલી બહાર મુકી ઘરે પરત ફરી રહી હતી. દરમિયાન વળાંક પાસે ચાલીમાં જ રહેતા અને છૂટક બુટ ચપ્પલનો વ્યવસાય કરતાં અરુણ ઉર્ફ વરૂણ પટેલ નામના 26 વર્ષીય યુવાને અંજલીને રોકી હતીઅને તું મને મળ, મારે તને મળવું છે તેમ જણાવ્યું હતું. પરંતુ અંજલીએ હું તને શા માટે મળું. તેવો જવાબ આપતા વરુણે પણ સામે તુ કેવી છે તેમ કહ્યું હતું.

ત્યારબાદ તેણે ઘરે આવી મામલાની જાણ તેના માતા પિતાને કરી હતી જેથી રાત્રે 11 વાગે યુવતીના માતા પિતા અરૂણ ઉર્ફે વરુણના ઘરે જઇ ઠપકો આપી ઘરે પરત ફર્યા હતા. દરમિયાન ગણતરીની મિનિટોમાં અરૂણ આખોમા આક્રોશ સાથે ચાકૂ લઇ અંજલીના ઘરે ધસી આવ્યો હતો અને અંજલીના પિતા દેવજીભાઈ સોલંકીનો કોલર પકડી ખેંચ્યા બાદ પેટમાં ચાકૂના ઘા મારી ફરાર થઇ ગયો હતો. ઇજાગ્રસ્ત દેવજીભાઇ ત્યાં જ ફસડાઇ પડયા હતા અને પેટમાંથી આંતરડા અને માંસ પણ બહાર આવી ગયું હતું. ગંભીર ઇજા પામેલા દેવજીભાઇને સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા. મોડી રાત્રે રામદેવપીર ચાલીમાં ખેલાયેલા ખૂની ખેલની જાણ કારેલીબાગ પોલીસને થતાં પીઆઇ આર.એ.જાડેજા સ્થળ પર ધસી ગયા હતા અને હત્યારા અરૂણ ઉર્ફ વરૂણ મહેન્દ્રભાઇ પટેલની ધરપકડ કરી હતી.

દીકરીના પિતાની આરોપીએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી(ફાઈલ તસવીર)
દીકરીના પિતાની આરોપીએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી(ફાઈલ તસવીર)

ઠપકો મળતા ચપ્પુથી હુમલો કર્યો
યુવતીના માતા પિતા અરૂણના ઘરે જઇ ઠપકો આપી ઘરે પરત ફર્યા હતા. દરમિયાન ગણતરીની મિનિટોમાં અરૂણ આક્રોશ સાથે ચાકૂ લઇ અંજલીના ઘરે ધસી આવ્યો હતો. અંજલીના પિતા દેવજીભાઈ સોલંકી ના પેટમાં ચાકૂના ઘા મારી ફરાર થઇ ગયો હતો.આ બનાવ બનતા ચાલીના લોકો ભેગા થઇ ગયા હતા. બીજી બાજુ જીવલેણ હુમલામાં ગંભીર ઇજા પામેલા પિતાને દીકરી અંજલી અને સ્થાનિક લોકો સયાજી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા. જ્યાં તબિબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા.

પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરાઈ છે.
પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરાઈ છે.

આરોપીને ઝડપી લેવાયો
દેવજીભાઈ સોલંકીનું મોત નીપજતાં પત્ની, દીકરી અંજલી સહિત પરિવારજનોના હૈયાફાટ રૂદને હોસ્પિટલમાં સન્નાટો પાથરી દીધો હતો. આ બનાવે રામદેવપીર ચાલીમાં પણ ચકચાર જગાવી મૂકી હતી.મોડી રાત્રે રામદેવપીર ચાલીમાં ખેલાયેલા ખૂની ખેલની જાણ કારેલીબાગ પોલીસને થતાં તુરત જ પોલીસ સ્થળ ઉપર દોડી ગઇ હતી. અને હત્યારા અરૂણ ઉર્ફ વરૂણ મહેન્દ્રભાઇ પટેલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

તકરારમાં મધરાતે સમાધાન બાદ વરુણે આધેડના ધરે આવી ચાકૂ હુલાવી દીધું
પોતાની પુત્રી સાથે વરુણે જે ભાષામાં વાત કરી હતી તેને જોતાં દેવજીભાઇ અને તેના પત્ની વરુણના ઘેર ગયા હતા અને તેની સાથે વાત કર્યા બાદ આગેવાનોની મધ્યસ્થી કરતાં સમાધાન પણ થયું હતું. જેથી દેવજીભાઇ અને તેમના પત્ની ઘેર આવ્યા હતા અને તે સમયે જ ઉશ્કેરાયેલો વરુણ તેમની પાછળ પાછળ દેવજીભાઇના ઘેર આવ્યો હતો અને તે કંઇ સમજે તે પહેલાં જ કોલર પકડીખેંચ્યા બાદ પેટમાં ચાકુ મારી દીધું હતું. પોલીસે આ ચાકુ પણ કબજે કર્યું હતું. વરુણ પરિણીત હોવાનું અને તેને ત્રણ પુત્રી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...