ચાઇલ્ડ પોર્નોગ્રાફી:વડોદરામાં બાળકોના અશ્લીલ વીડિયો ડાઉનલોડ અને સોશિયલ મીડિયામાં શેર કરતો શખ્સ ઝડપાયો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસે આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી

વડોદરા પોલીસે બાતમીને આધારે એક ફતેપુરા ભાણવાડા મહોલ્લાના એક રહેવાસીના મોબાઇલમાંથી ચાઇલ્ડ પોર્નોગ્રાફીના વીડિયો અપલોડ-ડાઉનલોડ કરવા મામલે આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

મોબાઇલમાંથી ડાઉનલોડ અને અપલોડ થયા
ફરિયાદમાં જણાવવામાં આવ્યા અનુસાર ઉચ્ચ કક્ષાએથી આપવામાં આવેલી ચાઇલ્ડ પોર્નોગ્રાફીની ટીપલાઇનની તપાસ કરતા જણાવા મળ્યું હતું કે, વડોદરા શહેરના ફતેપુરા ભાણવાડા મહોલ્લાના સદ્દામ ઇબ્રાહિમ શેખનો મોબાઇલમાંથી શંકાસ્પદ વીડિયો અપલોડ અને ડાઉનલોડ થયા હતાં. જેથી સદ્દામ ઇબ્રાહિમ શેખને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. જ્યાં સદ્દામે જણાવ્યું હતું કે, ચાઇલ્ડ પોર્નોગ્રાફીના આવા વીડિયો મને વોટ્સએપ ગૃપમાં આવ્યા હતા અને તેને ડિલિટ કરી નાખ્યા છ, જેથી આરોપીના મોબાઇલનો ડેટા બેકઅપ ચેક કરતા આવા વીડિયો ડાઉનલોડ અને અપલોડ થયાનું જણાવાતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

સીમ કાર્ડ મિત્રના નામનું હતું
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપી સદ્દામ શેખ પાસે જે મોબાઇલ ફોન છે તેનું સીમ કાર્ડ તેના મિત્રના નામનું હતું. જેથી આ મામલે સદ્દામના મિત્ર પઠાણ સોહેબ અયુબખાન (રહે. હાથીખાના, કારેલીબાગ, વડોદરા) સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

બાળકોના અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરતો શખ્સ ઝડપાયો
અત્રે ઉલ્લેખનીય છે કે, NCRP પોર્ટલ ઉપરથી ગુજરાત રાજ્યને લગતી ચાઇલ્ડ પોર્નોગ્રાફીની ટીપલાઇનોની તપાસ માટે પોલીસ મહાનિરર્દેશક CID ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધનીગરની કચેરીએ મોકલવામા આવે છે. આ ટીપલાઇનો રાજ્યના જુદાજુદા શહેરોની હોય છે, જેથી જે શહેરને લગતી ટીપલાઇન હોય તે શહેરમાં આ ટીપલાઇનોની તપાસ માટે મોકલવામાં આવે છે. વડોદરામાં બાળકોના અશ્લીલ વીડિયો ડાઉનલોડ અને સોશિયલ મીડિયામાં શેર કરતો શખ્સ ઝડપાયો હતો.

આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી
વડોદરા પોલીસે બાતમીને આધારે એક ફતેપુરા ભાણવાડા મહોલ્લાના એક રહેવાસીના મોબાઇલમાંથી ચાઇલ્ડ પોર્નોગ્રાફીના વીડિયો અપલોડ-ડાઉનલોડ કરવા મામલે આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...