આજીવન કેદની સજા:દુષ્કર્મ બાદ મહિલાની હત્યા કરનાર શખ્સને આજીવન કેદ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કરજણના મેથી ગામે 3 વર્ષ પહેલાં ઘટના બની હતી

ત્રણ વર્ષ પહેલા કરજણના મેથી ગામમાં 40 વર્ષીય મહિલાને ખેતરમાં બળજબરીપૂર્વક લઇ જઇ ગળે ટૂંપો દઇને બે વાર દુષ્કર્મ કર્યા બાદ મોંઢા પર મોટો પથ્થર મારી હત્યા કરનારા આરોપીને કોર્ટે આજીવન સખત કેદની સજા ફટકારી હતી.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ગત 8-11-2018ના રોજ કરજણના મેથી ગામની 40 વર્ષીય મહિલા ગામની સીમમાં બળિયાદેવના મંદિર પાસે ગોચર જમીનમાં બકરાં ચરાવવા ગઇ હતી. તે વખતે એકલતાનો લાભ ઉઠાવી ભારમલ ઉર્ફે ચૌહાણ રમણ વસાવા તેની પાસે પહોંચ્યો હતો અને તેનું દુષ્કર્મ કરવાના ઇરાદે તેની સાથે ઝપાઝપી કરી બળજબરી કરીને ગળે ટૂંપો દઇને તેને ઊંચકીને નજીકના કપાસના ખેતરમાં લઇ ગયો હતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ પણ ભારમલે મહિલાને ઊંચકીને બાજુના અન્ય ખેતરમાં લઇ જઇ તેની સાથે ફરી દુષ્કર્મ કરી મહિલાના મોંઢાના ભાગે મોટો પથ્થર મારીને હત્યા કરી હતી. ત્યારબાદ લાશને ઊંચકીને પાસેના ખેતરમાં લઇ જઇ ઝાડ નીચે સંતાડી દીધી હતી. આ બનાવમાં પોલીસે ભારમલની અટકાયત કરી હતી. ત્યારબાદ અદાલતી કાર્યવાહી બાદ અદાલતે ભારમલને તકસીરવાન ઠેરવીને આજીવન સખત કેદની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...